Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેપરલીકની આશંકા હોવાથી
નવી દિલ્હી તા. ર૦: યુજીસી-નેટ પરીક્ષાને લઈને મોટો નિર્ણય આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે યુજીસી-નેટ ર૦ર૪ ની પરીક્ષા રદ કરી છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે સમગ્ર દેશભરમાં યોજાયેલી યુજીસી-નેટની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. હવે આ રદ્દ કરાયેલી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. ઉપરાંત સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોલેજમાં આસિ. પ્રોફેસરની પોસ્ટ માટે આ પરીક્ષા લેવાય છે. સાથે પીએચડીમાં પ્રવેશ જેઆરએફ માટે લેવાય છે. નેટની પરીક્ષા ૧૮ જૂને દેશભરમાં લેવામાં આવી હતી. પરીક્ષા ૧૧ લાખ કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે ફરીથી યુજીસી-નેટની પરીક્ષાનું આયોજન કરાશે.
મંત્રાલયે કહ્યું, યુજીસી નેટ પરીક્ષામાં ગેરરીતિની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપવામાં આવી રહી છે. સરકાર પરીક્ષાઓની પવિત્રતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દોષિત ઠરે છે. નેટ પરીક્ષામાં ગેરરીતિ જવાબદાર જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુજીસી-નેટ પરીક્ષાને લઈને મોટો નિર્ણય આવ્યો છે. શિક્ષણ મંત્રાલયે યુસીજી-નેટ ર૦ર૪ની પરીક્ષા રદ કરી છે. પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે સમગ્ર દેશભરમાં યોજાયેલી યુજીસી-નેટની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ રદ્દ કરાયેલી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. ઉપરાંત સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું, રાષ્ટ્રીય પરીક્ષાઓ યોજવામાં પુનરાવર્તિત અને સંપૂર્ણ નિષ્ફળતા નેટની અસમર્થતાને છતી કરે છે.
યુજીસી-નેટની પરીક્ષા ૧૮ જૂને જ લેવામાં આવી હતી. પરંતુ તેમાં ગેરરીતિની ફરિયાદો પછી શિક્ષણ મંત્રાલયે તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો. કેસ સીબીઆઈમાં ગયા બાદ આ ગેરરીતિઓ સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી સામે આવી શકે છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, પરીક્ષા નવેસરથી લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે તમને જણાવી દઈએ કે યુજીસી નેટ પરીક્ષા જૂન-ર૦ર૪માં દેશના ૩૧૭ શહેરોમાં ૧ર૦પ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં ૧૧,ર૧,રરપ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial