Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૫ જેટલા કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યોઃ
જામનગર તા. ૨૦: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં તાજેતરમાં પેન્શન અદાલતનું આયોજન કરાયું હતું. પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ ૨૫ કેસ મળ્યા હતા. આ તમામ કેસનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.
આ સમયગાળા દરમિયાન ૧૬ પેન્શન પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમાર દ્વારા હાજર નિવૃત્ત રેલવે કર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા.
અશ્વિનીકુમારે ઉપસ્થિત તમામ પેન્શનરોને ખાતરી આપી કે, માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શનધારકોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધયાન આપવામાં આવશે અને કાર્મિક, એકાઉન્ટ વિભાગ હંમેશાં સંપૂર્ણ સહકાર આપશે. આજની પેન્શન અદાલતમાં લગભગ ૪૦ વરિષ્ઠ નાગરિકો, તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સમાપન સૌહાર્દપૂર્ણ રીતે કરાયું હતુંં.
આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનિષ મહેતા, ફાયનાન્સ મેનેજર કિરેન્દુ આર્ય, આસી. પર્સનલ ઓફિસર કમલેશ દવે, આસી. ડિવિ. ફાયનાન્સ મેનેજર વસંત લાલ પરમાર, વેલફેર ઈન્સ્પેકટર, સેટલમેન્ટ સેક્શનની ટીમ, એકાઉન્ટ્સ વિભાગની ટીમનો સ્ટાફ હાજર રહ્યો હતો અને પેન્શન અદાલતને સફળ બનાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial