Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબ દર્દીઓની સારવાર માટે અમલમાં મૂકાયેલી
જામનગર તા. ર૦: જામનગરની જી.જી.હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કામગીરી કરવામાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર છે. હોસ્પિટલ દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ માં પ૭૬૦ કલેમ કરી રૂ. ૧૧ કરોડથી વધુ રકમની આવક સાથે કલેમ કરેલ હોસ્પિટલમાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
સરકારની મહત્ત્વની એવી આરોગ્યલક્ષી યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને આ યોજનાનો લાભ આપી વિવિધ સારવારના કલસ્ટર મુજબ બ્લોક કરી વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. વર્ષ ર૦ર૩-ર૪ માં જી.જી.હોસ્પિટલ જામનગરે પ૭૬૦ દર્દીઓના કલેમ કરી રૂ. ૧૧ કરોડથી વધુ આવક પ્રાપ્ત કરી ગુજરાતમાં અગ્રેસર રહી છે.
સમગ્ર ગુજરાતમાં જી.જી. સરકારી હોસ્પિટલે સૌથી વધારે દર્દીના કલેમ કરી કલેમ બ્લોકના લીસ્ટમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. જ્યારે ઈન્કમની સરખામણી કરતા પ્રથમ નંબર પર આવેલ સરકારી હોસ્પિટલને સમકક્ષ ૧૧ કરોડથી વધારેના કલેમ કરવામાં આવેલ છે.
જી.જી.હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વર્ષ ર૦રર-ર૩માં ૧૯૯૪ કલેમ, વર્ષ ર૦ર૩-ર૪ માં પ૭૬૦ કલેમ તથા ચાલુ વર્ષે મે ર૦ર૪ સુધીમાં ૧ર૮ર કલેમ કરવામાં આવ્યા છે. મે ર૦ર૪ માં ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલ કલેમ ડેટા તેના દ્વારા જનરેટ કરેલ ઈન્કમનો ડેટા, આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી વગેરેનો અહેવાલ રીપોર્ટ જાહેર કરવામાં આવેલ હતો. જેમાં દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર મળી રહે તે માટે શ્રેષ્ઠ કામગીરી કરેલ હોસ્પિટલોને પ્રોત્સાહન આપ્યું હતું. જેમાં જી.જી. હોસ્પિટલ જામનગરે વર્ષ ર૦ર૩-ર૪ માં પ૭૬૦ કલેમ કરી, કલેમ કરેલ હોસ્પિટલોમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જ્યારે ઈન્કમની સરખામણીએ જોવામાં આવે તો પ્રથમ નંબર પર કલેમ કરનાર સરકારી હોસ્પિટલની ઈન્કમને સમકક્ષ રૂ.૧૧ કરોડથી વધુ રકમ ઊભી કરી જામનગરનું ગૌરવ વધાર્યું હતું.
જી.જી.હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે સંસ્થામાં સારવાર લેવા જતાં પીએમજેએવાય કાર્ડ સાથે લાવવું. જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદો આ યોજનાનો લાભ લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર ફ્રીમાં મેળવી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial