Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલે
દ્વારકા તા. ર૦: દ્વારકાધીશ જગતમંદિરમાં આવીતકાલે તા. ર૧-૬-ર૦ર૪ ને શુક્રવારના જેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલાઆરતી પછી જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. શુક્રવારે મંગલા આરતી પછી સવારે ૮ કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવાામાં આવશે.
જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્મીઅને જયેષ્ઠ પૂર્ણિમા એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાવવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય, જેનું વિશેષ મહત્ત્વ છે. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યથી લાખો શ્રદ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારપછી સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે આવતીકાલે જગતમંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્રશ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોક્ટ વિધિથી બેન્ડવાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિરમાં લઈ જવામાં આવશે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષાઋતુ આવતી હોય, આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી શુક્રવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે. જેમાં ભગવાનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે જેનો લાભ દેશ-વિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.
આવતીકાલે જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ શુક્રવારે મંગલા આરી પછી ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન સવારે ૮ થી ૮-૪પ સુધી યોજવામાં આવનાર છે. શૃંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે તથા જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે ૭ સુધી યોજવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial