Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ભરતપુરનો ચકચારી કિસ્સોઃ
જામનગર તા. ૨૦: ભાણવડના ભરતપુરમાં દોઢ મહિના પહેલા એક વીજકર્મીનું સમારકામ કરતી વખતે રિટર્ન કરંટ આવતા વીજ આંચકો લાગવાથી મૃત્યુ નિપજ્યું હતું. એક આસામી સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજીમાં અદાલતે રૂ.૫ લાખ મૃતકના પરિવારને વળતર પેટે ચૂકવી આપે તો આરોપીને જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામના ફીડરમાં ગઈ તા.૨૮-૪ના દિને ફોલ્ટ ઉભો થતાં વીજ કર્મી હિતેશભાઈ ભીખાભાઈ ભારવડીયા કામ કરી રહ્યા હતા. આ વેળાએ અચાનક જ વીજ આંચકો લાગતા હિતેશ ભાઈનું મૃત્યુ નિપજ્યું હતુંં.
ત્યારપછી વીજ કંપનીએ કરેલી તપાસમાં ભરતપુરના જુમા સલેમાન હિંગોરા નામના ખેડૂતે પોતાના ખેતીના વીજ જોડાણમાંથી ગેરકાયદેસર રીતે પોતાના મકાનમાં વીજ પ્રવાહ મેળવતા તેમાંથી રિટર્ન થયેલો કરંટ હિતેશભાઈને ભરખી ગયાનું ખૂલ્યું હતું. તેથી નાયબ ઈજનેરે જુમા સલેમાન હિંગોરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હામાં પોલીસે જુમા સલેમાનની ધરપકડ કરી હતી. આ આરોપીને જામીનમુક્ત કરવા અરજી કરતા સરકારી વકીલ કે.સી. દવેએ દલીલ કરી હતી કે, જુમા સલેમાનના કૃત્યના કારણે વીજકર્મીનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે મૃતકના વારસોને રૂ.૫ લાખ વળતર પેટે ચૂકવવામાં આવે તો આરોપીને જામીનમુક્ત કરવો જોઈએ. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી રૂ.પ લાખ વળતર પેટે ચૂકવવા અને તે પછી આરોપીને જામીનમુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial