Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે વિશ્વ યોગ દિવસઃ ઈટ્રા દ્વારા 'સ્વયં અને સમાજ માટે યોગ' થીમ સાથે સામૂહિક યોગ યોજાશે

૧૦૦ દિવસ પૂર્વેથી શરૂ થયેલી ઉજવણી દરમિયાન ૧૦ ઈવેન્ટ અને વિવિધ સ્પર્ધાઓ-શિબિરો યોજાયા હતાં:

જામનગર તા. ર૦: જામનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદા (ઈટ્રા) દ્વારા આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી ઈટ્રા દ્વારા ૧૦૦ દિવસ પૂર્વે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જે અંગેની વિસ્તૃત જાણકારી અર્થે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈટ્રાના નિયામક ડો. બી.જે. પરગીરી, ડીન ડો. હિતેષ વ્યાસ, ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જોબન મોઢા તથા સ્વસ્થ વૃત વિભાગના ડો. શાલીની મિશ્રાએ માહિતી આપી હતી.

છેલ્લા નવ વર્ષથી વિશ્વ સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને સ્વિકૃત કરી સમગ્ર દુનિયાને તેમાં સહભાગી થવા પ્રેરિત કરવામાં આવે છે. આ વર્ષે તેને દસ વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ' છે ત્યારે તેમાં સૌ કોઈ જોડાય તે ઈચ્છનીય છે. આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાનના સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા ૧૦૦ દિવસ પૂર્વેથી યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ સો દિવસ માટે 'યોગ દ્વારા મહિલા સશક્તિકરણની નિધારિત થીમ' પર આધારિત વિવિધ પૂર્વગામી કાર્યક્રમો માટે ૧૦ અઠવાડિયા-૧૦ ઈવેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ-મહિલાઓ માટે વરદાન (સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો માટે), માસિક ધર્મની સમસ્યાઓ માટે યોગ શિબિર, ગર્ભાવસ્થા માટે યોગ, મહિલાઓમ ાટે સૂર્યનમસ્કાર સ્પર્ધા, રજોનિવૃત્તિ માટે યોગ, ગ્રીષ્મ ઋતુના પીણાની સ્પર્ધા, યોગ સોલો ડાન્સ કોમ્પિટિશન, યોગ જાગૃતિ અર્થે પેમ્ફલેટ વિતરણ, આંતરરાષ્ટ્રીય યોગ દિન માટે પ્રોટોકોલ પ્રેક્ટિસ આ પ્રકારના વિવિધ ૧૦ આયોજનોમાં ર૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્પર્ધાઓના વિજેતાઓને યોગ દિને પુરસ્કૃત કરવામાં આવશે. જામનગર શહેરમાં વિવિધ ૭ સ્થળોએ યોગ જાગૃતિ અર્થે ૪૦૦૦ પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. આ વિવિધ ૧૦ આયોજનોમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ પ્રત્યે પોતાની અભિરૂચિને ઉઝાગર કરી હતી.

યોગ એ જીવનનો એક રોજિંદો ભાગ બને અને તેના કારણે લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમૃદ્ધ બને તે હેતુને વધુ બળવત્તર બનાવવા માટે ઈટ્રા કટિબદ્ધ છે અને તે માટે અહીં યોગ વિષય પર અભ્યાસક્રમો તો ચલાવવામાં આવે જ છે ઉપરાંત યોગના વિવિધ વર્ગો પણ ચલાવવામાં આવે છે. અહીં યોગ અને નિસર્ગોપચારની સારવારથી અનેક દર્દીઓ તેની તકલીફોમાંથી મુક્ત બન્યા છે.

આવતીકાલે તા. ર૧ જૂને વિશ્વ યોગ દિવસે ધન્વન્તરિ મેદાનમાં સવારે ૬ થી ૭ વાગ્યા સુધી સામૂહિક યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં આયુર્વેદની તમામ સંસ્થાના ડોક્ટરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત જામનગરની જાહેર જનતાને પણ આ યોગ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઈટ્રા દ્વારા યોગ અંગે ચાર કોર્ષ ટૂંક સમયમાં શરૂ કરાશે. જેમાં (૧) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઈન યોગ થેરપી, (ર) એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઈન નેચર ક્યોર, (૩) પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન યોગ એજ્યુકેશન અને (૪) પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન નેચરલ થેરેપ્યુટિક્સ ઓગસ્ટ-સપ્ટેમ્બર ર૦ર૪ થી શરૂ કરવામાં આવશે. તેમાં પ્રવેશ મેળવવા સંસ્થાની વેબસાઈટ તેમજ રૂબરૂ સંપર્ક કરી શકશો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh