Advertisement
Author: નોબત સમાચાર

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ બનતા જીતુ લાલ

જામનગર માટે ગૌરવની વાતઃ વડોદરામાં મળેલી બેઠકમાં સર્વાનુમતે વરણી

જામનગર તા. ૨૦: ઔદ્યોગિક, શીપીંગ, રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા જામનગરના જાણીતા લાલ પરિવારની સફળતામાં વધુ એક છોંગુ ઉમેરાયું છે અને જીતેન્દ્ર લાલ એટલે કે જીતુ લાલની અખિલ ગુજરાત લોહાણા સમાજના  પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, જે સ્વાભાવિક રીતે જામનગર માટે ગૌરવની વાત છે.

વડોદરા ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની બેઠકમાં સર્વાનુમતે જીતુભાઇ લાલની અઘ્યક્ષપદે વરણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત ગુજરાતભરના લોહાણા સમાજના આગેવાનોએ આ વરણીને વધાવી લીધી હતી, આ અંગેના અહેવાલો જામનગર પહોંચ્યા બાદ જીતુલાલ પર અભિનંદનનો વરસાદ થયો હતો અને અત્યાર સુધી જામનગરના લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરતા જીતુ લાલ હવે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ પદે સેવા આપશે, એટલે સ્વાભાવિક રીતે એમનું સામાજિક અને રાજકીય રીતે કદ વઘ્યું છે.

વર્ષો સુધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે અને એમના કાર્યકાળ દરમ્યાન જ ચેમ્બર ઓફ કોમર્સની નવી બિલ્ડીંગ એટલે કે ધીરૂભાઇ અંબાણી ભવનનું સુભાષ બ્રીજ નજીક નિર્માણ થયું હતું, જામનગર લોહાણા મહાજનના અઘ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે અને એમના કાર્યકાળ દરમ્યાન પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીનું નિર્માણ થયું છે, આટલું જ નહીં, તાજેતરમાં નવી લોહાણા મહાજન વાડીના નિર્માણ માટે પણ એમના પરિવાર તરફથી માતબાર રકમનું દાન આપવામાં આવ્યું હતું, હાલમાં પણ તેઓ જામનગરના ધ સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચરન્ટ એસો.ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, હજુ બે દિવસ પહેલા જ વધુ બે વર્ષ માટે ફરીથી તેઓ આ પદે બીનહરીફ જાહેર કરાયા હતા. રાજકીય ક્ષેત્રે પણ એમનું નામ અને કામ જાણીતા છે, આ ઉપરાંત સેવાકીય ક્ષેત્રમાં પણ અનેક માઇલસ્ટોન સર કર્યા છે અને કરોડોના ખર્ચે સમુહ લગ્નથી માંડીને સોમયજ્ઞ કરવા જેવા મોટા કાર્યો એમના પરિવારે કર્યા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જીતુભાઇનું નામ ખુબ જાણીતું છે, આંતરરાષ્ટ્રીય ધોરણે કામ કરતી લોહાણા મહાપરિષદમાં તેઓ સેવા આપી રહ્યા છે, આ દરમ્યાન અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે હવે એમની વરણી થઇ છે ત્યારે ઠેર ઠેરથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh