Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગલી રાત્રે તૈયારી કરાવાઈ, તે જ પ્રશ્નો બીજા દિવસે પરીક્ષામાં પૂછાયા!
નવી દિલ્હી તા. ર૦: નીટની પરીક્ષાનું પેપર લીક થયું હોવાથી ધરપકડ કરાયેલા ૪ વિદ્યાર્થીઓએ પોલીસ સામે કબુલાત કરી લીધી છે અને કેટલીક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે, તેમ જાણવા મળે છે.
ઉલ્લેખનિય છે કે, નીટ પરીક્ષાના વિવાદ વચ્ચે નેટની પરીક્ષા રદ્ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે ગઈકાલે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આયોજિત યુજીસી-એનઈટી પરીક્ષાને રદ્ કરવાનો આદેશ આપ્યો હતો અને તપાસ માટે આ મામલો સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો હતો.
આ કેસના આરોપી અનુરાગ યાદવે જણાવ્યું કે હું કોટાના એલન કોચિંગ સેન્ટરમાં નીટ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મારા ફુઆ જુનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. એક દિવસ મારા ફુઆએ મને કહ્યું કે, નીટની પરીક્ષા પ-પ-ર૦ર૪ ના છે, તું કોટાથી પાછો આવી જા. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તે પછી તેમના કહેવા પર હું કોટાથી પાછો આવ્યો. મારા ફુઆ મને ૪-પ-ર૦ર૪ ની રાત્રે અમિત આનંદ અને નીતિશ કુમાર સાથે છોડી ગયા. જ્યાં નીટ પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી આપવામાં આવી હતી, જ્યાં રાત્રે જ મને પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નોની તૈયારીઓ કરાવાઈ. મારૂ કેન્દ્ર ડી.વાય. પાટીલ સ્કૂલમાં હતું અને જ્યારે હું પરીક્ષા આપવા માટે સ્કૂલમાં ગયો ત્યારે પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે કંઠસ્થ હતું. મને પરીક્ષામાં એવા જ પ્રશ્નો દેખાયા જે મે રાતે યાદ કર્યા હતાં. પરીક્ષા પછી અચાનક પોલીસ આીવ અને મને પકડી લીધો. ત્યારપછી મેં મારો ગુનો કબુલ કર્યો. આ જ મારૂ નિવેદન છે.
સિકંદર પ્રસાદ યાદવેન્દ્ર બિહારની દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર છે. તેણે તાજેતરમાં તેની કબુલાત નોંધમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. સિકંદરે કહ્યું કે, નીટના ચાર પરીક્ષાર્થી આયુષ રાજ, શિવાનંદન કુમાર, અભિષેક કુમાર અને અનુરાગ યાદવને પટનામાં રહેવામાં મદદ કરી હતી. અનુરાગ મારો ભત્રીજો હતો. તે તેની માતા રીના કુમારી સાથે પટના આવ્યો હતો. યાદવેન્દ્રએ કહ્યું કે તે એવા રેકેટના સંપૃકમાં હતો, જેણે માત્ર નીટ જ નહીં, પરંતુ બિહાર પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક કર્યા હતાં. આ ઉપરાંત ઉમેદવારો જ્યાં રોકાયા હતાં તે ગેસ્ટ હાઉસના બીલ પણ મેળવી લેવાયા છે. ગેસ્ટ હાઉસની બીલ બુકમાં એક 'મંત્રીજી'નો પણ ઉલ્લેખ છે કે જેમણે અનુરાગ યાદવ અને તેમના સહયોગીઓને રહેવાની સુવિધા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial