Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય ગરમી બફારોઃ મહત્તમ ૩૮.પ ડીગ્રી

છેલ્લા ચોવીસ કલાકમાં તા૫માન બે ડીગ્રી વધ્યુ

જામનગર તા. ર૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ બે ડીગ્રી સુધી ઉંચકાયને ૩૮.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલો વધારો અને ભેજના વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન નજીવુ વધીને ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭% રહ્યું હતું.

જામનગરમાં તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ ૭પ% થી વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત રહ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાના પગલે પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબજેબ થઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં.

નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh