Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો બીજી તરફનો સર્વિસ રોડ બનશે અદ્યતન

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જમીન સંપાદનના એવોર્ડ નક્કી થતા

ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાંથી પસાર થતાં દેવરીયાથી કુરંગાના નેશનલ હાઈવેના કામમાં ખંભાળીયા પ્રવેશવાના સ્થળે અગાઉ પૂલ નક્કી થયો હતો તે પછી પુલ નક્કી થતાં બન્ને બાજુ ખંભાળીયામાં પ્રવેશવા માટેનો સર્વિસ રોડ બનાવવાનું નક્કી કરાયેલું જેમાં એક તરફ સર્વિસ રોડ બની ગયેલો પણ બીજી તરફ જમીન સંપાદન તથા એવોર્ડ દેવાતા આ રસ્તો નહીં બનતા એક તરફના સર્વિસ રોડ પર બન્ને તરફનો ટ્રાફિક જતાં આવતા ટ્રાફિક જામ, અકસ્માતના બનાવો બનતા હોય તથા લાંબા સમય સુધી એવોર્ડનો પ્રશ્ન પણ હોય જિ.પં. ના સદસ્ય તથા ભાજપના અગ્રણી એભાભાઈ કરમુર દ્વારા સ્થાનિક અધિકારી નેતાઓ તથા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરતા આ રજુઆત કરી છે.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જેમની જમીનો આ સર્વિસ રોડમાં આવે છે તેમને એવોર્ડ આપવાની કિંમતો નક્કી થઈ જતાં ટૂંક સમયમાં એવોર્ડ પણ આપવામાં આવનાર હોય જે પછી બીજી તરફનો સર્વિસ રોડ જે હાલ ખાડાવાળો છે જ્યાં ચોમાસામાં વ્યાપક પાણી ભરાય છે તે પણ નવો થઈ જશે તથા ખંભાળીયામાં દ્વારકા કે જામનગર તરફથી પ્રવેશતા એક જ સર્વિસ રોડથી જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી તેનું પણ નિરાકરણ આવી જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh