Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુનિયામાં દર ચોથું બાળક ભૂખમરાનો શિકારઃ
નવી દિલ્હી તા. ર૦: ચાઈલ્ડ પોવર્ટી અંગે યુનિસેફનો ચોંકાવનારો રિપોર્ટ ચર્ચાસ્પદ બન્યો છે. ભારત વિશ્વના ખરાબ દેશોમાં સામેલ છે, જ્યાં બાળકોને યોગ્ય આહર મળતો નથી. ભારત કરતા પાકિસ્તાનની સ્થિતિ સારી છે. અફઘાનિસ્તાનની હાલત ભારત કરતા પણ બદતર છે. કુલ ૧૮૧ મિલિયન બાળકોમાં ૬પ ટકા ગંભીર ભૂખમરામાં જીવવા મજબૂર હોવાનું તારણ કઢાયું છે.
યુનિસેફે બાળકોની ગરીબી અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારત વિશ્વના સૌથી ખરાબ દેશોમાં સામેલ છે જ્યાં બાળકોને યોગ્ય પોષણ મળતું નથી. ભારત કરતા પાકિસ્તાનની સ્થિતિ સારી છે. જો આપણે દક્ષિણ એશિયાના દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં બાળ ગરીબીની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે.
રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વમાં દર ચોથો બાળક ભૂખનો શિકાર છે અને સારો આહાર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ૧૮૧ મિલિયન બાળકોમાંથી ૬પ ટકા ગંભીર ભૂખમરામાં જીવવા માટે મજબૂર છે. વૈશ્વિક સ્તરે ૪ માંથી ૧ બાળક ગંભીર શ્રેણીમાં આવે છે અને ખૂબ જ નબળા આહાર સાથે જીવે છે. યુનિસેફે તેના 'બાળ પોષણ રિપોર્ટ ર૦ર૪ માં ૯ર દેશો પર સંશોધન કર્યું હતું. બાળ ખાદ્ય ગરીબી અંગેના યુનિસેફના અહેવાલમાં પ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ તપાસવામાં આવે છે કે બાળકોને પોષણયુક્ત અને વૈવિધ્ય-સભર આહાર મળી રહ્યો છે કે નહીં? ગંભીર બાળ ખાદ્ય ગરીબીમાં નબળું ખોરાક, નબળો પર્યાવરણીય પરિસ્થિતિઓ અને ઘરની આવક જે બાળકો અને તેમના પરિવારોને અસર કરે છેનો સમાવેશ થાય છે.
આ અહેવાલ મુજબ ગંભીર બાળ ખોરાક ગરીબીમાં જીવતા બાળકોની ટકાવારી બેલારૂસમાં ૧ ટકાથી સોમાલિયામાં ૬૩ છે. સોમાલિયા પછી ગિની (પ૪ ટકા), ગિની-બિસાઉ (પ૩ ટકા), અફઘાનિસ્તાન (૪૯ ટકા), સીએરા લિયો (૪૭ ટકા), ઈથોપિયા (૪૬ ટકા) અને લાઈબેરિયા (૪૩ ટકા) માં સ્થિતિ સૌથી ખરાબ છે. ભારતમાં બાળ ગરીબીનો આંકડો ૪૦ ટકા છે જે ખૂબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છે. અહીંના ૩૮ ટકા બાળકો ભૂખમરાનો શિકાર છે.
રિપોર્ટ દર્શાવે છે કે ભારત એવા ર૦ દેશોમાંનો એક છે જ્યાં બાળકોને જરૂરી પોષણયુક્ત ખોરાક મળતો નથી. આ શ્રેણીમાં ભારતની સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર વિશ્વમાં પ વર્ષથી ઓછી ઉંમરના ૩ માંથી ર બાળકો (૬૬ ટકા) ભૂખનો શિકાર છે. આ અંદાજિત ૪૪૦ મિલિયન બાળકોની સમકક્ષ છે જેમને પોષક અને પર્યાપ્ત આહાર નથી મળતો.
ભારત અંગેનો અહેવાલ પણ ચોંકાવનારો છે કારણ કે ગંભીર બાળ ખાદ્ય ગરીબીની શ્રેણીમાં ૪૦ ટકા ઉપરાંત ભારતમાં ૩પ ટકા બાળકો મધ્યમ ચાઈલ્ડ ફૂડ ગરીબીની પકડમાં છે. આ મુજબ બન્નેનો આંકડો મળીને ૭૬ ટકા સુધી પહોંચે છે. જે દર્શાવે છે કે અફઘાનિસ્તાન પછી ભારત દક્ષિણ એશિયામાં બીજા નંબરનો સૌથી ખરાબ દેશ છે. યુનિસેફનો આ રિપોર્ટ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial