Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના આંગણે
જામનગર તા. ર૦: ગત્ તા. ૧૬ અને રવિવારે સવારે ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના આંગણે ઠંડી છાસ પીવડાવવાનો સેવાકીય પ્રોજેકટ યોજાયો હતો. જેમાં લગભગ ૮૦૦ થી ૯૦૦ રાહદારીઓએ આ ઠંડી છાસ પી ને ગરમીની ઋતુમાં રાહત અનુભવી હતી.
આ સેવાકીય પ્રોજેકટ ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુપરના સંયુકત ઉપક્રમે આયોજિત કરવામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય દાતા ડો. જોગીનભાઈ જોશીનો અનન્ય સહયોગ મળ્યો હતો. આ સેવાયજ્ઞમાં ડોકટર હિમાંશુ પાઢ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સહાયક દાતા એડવોકેટ કશ્યપભાઈનો અને ગાંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ડાયરેકટરનો અદ્દભૂત સહયોગ મળ્યો હતો.
આ સેવાપ્રોજેકટમાં બ્રહ્મસમાજ છાત્રાવાસના પ્રમુખ ડો. જોગીનભાઈ જોશી, મંત્રી કષ્યપભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ અતુલભાઈ શુકલ, ખજાનચી ઉપેન્દ્રભાઈ વ્યાસ, શિક્ષણમંત્રી મધુસુદનભાઈ વ્યાસ, કારોબારી સભ્ય શશીનભાઈ, કમલેશભાઈ તેમજ જાયન્ટ્સ સુપરના પ્રેસિડેન્ટ, જીતુભાઈ જોશી, જયેશભાઈ પુરોહિત, શરદભાઈ માંકડ, સેવાભાવી જગદીશભાઈ મહેતા આ બધા મહાનુભાવોની ઉમદવા સેવાના કારણે આ સેવાકીય પ્રોજેકટ ખૂબ સંપન્ન થયો. આ તકે બન્ને સંસ્થાના પ્રમુખ અને હોદ્દેદારોએ બધાનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial