Advertisement
Author: નોબત સમાચાર

તમિલનાડૂના લઠ્ઠાકાંડમાં ૩૫ ના મોતઃ ૧૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ : વિતરકની ધરપકડ

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વ્યકત કર્યુ દુઃખ

ચેન્નાઈ તા. ર૦: તમિલનાડૂના કલ્લાકુરિચિમાં ઝેરી દારૂ પીવાથી ૩૫ ના મૃત્યુ થયા છે અને ૧૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ છે. પોલીસે દારૂ વેચનાર શખ્સને ઝેરી દારૂ સાથે દબોચી લીધો છે.

તમિલનાડૂના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી ૩૫ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦૦ થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેકટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેકટર એમ.એસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતાં.

આ કેસમાં પોલીસે ૪૯ વર્ષીય કન્નુકુટ્ટીની ધરપકડ પણ કરી છે. આરોપીઓ પાસેથી ર૦૦ લીટર ઝેરી દારૂ મળી આવ્યો હતો, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું.

આ ઘટના પર દુખ વ્યકત કરતા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને લખ્યું કલ્લાકુરિચીમાં ભેળસેળયુકત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી થયો. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોની માહિતી આપશે તો તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.

તમિલનાડૂના ગવર્નર આરએન રવિએ પણ મૃત્યુ અંગે શોક વ્યકત કર્યો હતો અને પીડિતો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું, મને એ જાણીને આઘાત લાગ્યો કે નકલી દારૂના સેવનથી કલ્લાકુરિચીમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા. અન્ય લોકો ગંભીર હાલતમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને હું ઈચ્છું છું કે હોસ્પિટલમાં દાખલ લોકો જલદી સ્વસ્થ થઈ જાય.

તેમણે વધુમાં કહ્યું કે,અમે સમયે સમયે, અમારા રાજયના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો પ્રકાશમાં આવતા રહે છે. આ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વપરાશમાં સતત ક્ષતિ દર્શાવે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh