Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા હાકલા-દેકારા વચ્ચે સંપન્નઃ જીભાજોડી

આચારસંહિતાના કારણે લાંબા સમયે મળેલી

જામનગર તા. ર૦: લોકસભાની ચૂંટણી પછી લાંબા સમયે યોજાયેલ જામનગર મનપાની સામાન્ય સભા હાકલા-દેકારા વચ્ચે સંપન્ન થઈ હતી. કોઈ વિકાસ એજન્ડા મૂકયો નહોતો, પરંતુ કેટલીક દરખાસ્તો પસાર થઈ તો કેટલીક જોભાજોડી પણ થઈ છે.

દર બે માસે યોજાતી જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા લોકસભાની ચૂંટણીના કારણે આજે લાંબા સમય પછી યોજાઈ હતી. તેમાં પણ કોઈ ખાસ વિકાસ એજન્ડા લેવામાં આવ્યો નહીં હોવાથી હો હા અને શોરબકરો, દેકારા વચ્ચે સંપન્ન થઈ હતી.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર બહાર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાની શરૂઆતમાં રાજકોટના ટીઆરપી ઝોનના બનેલા બનાવમાં મૃત્યુ પામનારાઓ માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પછી પાબારી હોલનું સંચાલન જમનાદાસ ગોકલદાસ પાબારી ચેરીટેબલ ટ્રસ્ટને સોપંવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ પછી શરૂ સેક્શન રોડ ૩૦ મીટર પહોળાઈમાં ડીપી તથા શરૂસેક્શન રોડથી સત્યસાઈ સ્કૂલ તરફના માર્ગ ૧૮ મીટર ડીપી કપાત થતી જમીન સામે ટીપી સ્કીમ નંબર ૧૮ વાળી મનપાને મળી છે. તેની આજે જમીન ફાળવવાની દરખાસત સર્વાનુમત્તે મંજુર કરવામાં આવી હતી.

આ પછી યોજાયેલ પ્રશ્નોત્તરીમાં વિપક્ષના કોર્પોરેટર રાહુલ બોરિયાએ અધિકારીને તેની લાયકાત મુજબ ચાર્જ સોંપવાનો મુદ્દો ઊઠાવ્યો હતો અને કેટલાક અધિકારીના નામ જોગ રજૂઆત કરતા આખરે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે તમો માત્ર આક્ષેપ કરો છો. મારા બે અધિકારીના નામ જોગ આક્ષેપ કર્યા છે. તે યોગ્ય નથી. ક્યો ચાર્જ કોને સોંપવો તેની સત્તા કમિશનર પાસે છે. વધુમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે વર્ષથી નવા સેટઅપ માટેનો ઠરાવ જ કરવામાં આવ્યો નથી.

તો વિપક્ષના કાસમભાઈ જોખિયાએ પાણીના ટેન્કરનો મુદ્દો રજૂ કરી જણાવ્યું હતું કે, અમારી ભલામણ મુજબ પાણીના ટેન્કરોે ફાળવવામાં આવતા નથી. ક્યાં કેટલા પાણીના ટેન્કરનો દોડાવાવમાં આવો છે? તેના જવાબમાં અધિકારીએ એ જ સમયે ટેન્કરની સંખ્યા અને સ્થળનું લિસ્ટ કોર્પોરેટરને આપી દીધું હતું.

આ પછી ત્રણ દરખાસ્તો રજૂ થઈ હતી જેમાં એક જ ટેનામેન્ટમાં બે નળજોડાણ આપવામાં ૧૦૦ ચો.મી.ના શબ્દનો સુધારો કરાયો હતો. તે દરમિયાન મંજુર રાખવામાં આવી હતી જ્યારે ભૂલથી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને રાહુલ બોરિયાની દરખાસ્તનો ઠરાવ કરીને કમિશનર સમક્ષ મોકલવા નિર્ણય લેવાયો હતો. જેમાં તળાવ પાર્ટ-ર નો પ્રોજેક્ટ પડતો મૂકવા અને યોજના મુજબ હોદ્દાનો ચાર્જ આપવાની દરખાસ્તોનો સમાવેશ થાય છે.

આ પછી પ્રશ્નોત્તરીમાં વિપક્ષના રચનાબેન નંદાણિયાએ જણાવ્યું હતું કે ધર્મમાં માનતા હોઈએ તો તળાવને છંછેડવાની જરૂર નથી. આ માટે ભાજપના પૂર્વ મેયર બિનાબેન કોઠારીએ ટાપસી પૂરાવી હતી કે તમો શ્રાપ આપો છો. આ ઉપરાંત અન્ય મુદ્દે રચનાબેન અને બિનાબેન વચ્ચે જીભાજોડી થતા મામલો ગરમાયો હતો. આખરે અલ્તાફ ખફી અને વિપક્ષના નેતા ધવલ નંદાએ મામલો થાળે પાડ્યો હતો.

આ પછી રચનાબેને ફાયર સંબંધિ પ્રશ્નો પણ ઊઠાવ્યા હતાં, પરંતુ ભારે દેકારો થતા આખરે સામાન્ય સભા પૂર્ણ કરી દેવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh