Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીતિશ કુમારને જબરો ઝટકોઃ સુપ્રિમ કોર્ટમાં થશે અપીલ
પટણા તા. ર૦: બિહાર સરકારે અનામતનો વ્યાપ પ૦ ટકાથી વધારીને ૬પ ટકા કરવાનો જે નિર્ણય લીધો હતો, તેને પટણા હાઈકોર્ટે રદ્ કરી દેતા નીતિશ કુમારને જબરો ઝટકો લાગ્યો છે. બિહાર સરકાર હવે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે તેમ જાણવા મળે છે.
બિહાર સરકાર દ્વારા અનામતનો વ્યાપ વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ્ કરી દીધો છે. આ ચૂકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી પછી આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ્ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ૦ ટકા અનામતનો વ્યાપ આગળ વધારીને ૬પ ટકા કરાયો હતો.
પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરિશ કુમારની બેન્ચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. રાજ્ય સરકારનો નિર્ણય હાઈકોર્ટે રદ્ કરી દેતા હવે તે પ૦ ટકા જ રહેશે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાનો તથા સરકારી નોકરીઓમાં એસસી, એસટી, ઈબીસી અને અન્ય પછાત વર્ગને ૬પ ટકા અનામત આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યા પછી આ ચૂકાદો સંભળાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, અરજદાર ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી ૧૧ માર્ચે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જેના પર પટણા હાઈકોર્ટે આજે પોતાનો ચૂકાદો આપ્યો હતો.
અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે બંધારણીય જોગવાઈઓ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, નહીં કે જનસંખ્યા અનુસાર અનામત આપવાની જોગવાઈ. બિહાર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો ર૦ર૩ નો આ સંશોધિત કાયદો ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારી નોકરીઓમાં નિમણૂકના સમાન અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત ભેદભાવ સંબંધિત મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન કરતું હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial