Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા સમાજ માટે યજ્ઞોપવિત સંસ્કાર

વીરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશન દ્વારા

જામનગર તા. ર૦: જામનગર શહેરમાં છેલ્લા ૧ર વરસથી ક્રાંતિકારી વિચારો સાથે સમાજ ઉત્કર્ષના, સાંસ્કૃતિક પ્રોજેકટ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા એક સ્તુત્ય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં સામાજિક પ્રસંગોના બિનજરૂરી ખર્ચા ટાળી કરકસરથી પારિવારિક પ્રસંગ થઈ શકે તે માટે સમાજના જરૂરિયાત મંદ પરિવારો માટે પંચમ યજ્ઞોપવિત સંસ્કારનો પ્રોજેકટ કરવામાં આવનાર છે. જેમાં એક સાથે પાંચ બટુકોના નામની નોંધણી થયેથી યજ્ઞોપવિત સંસ્કાર કરાવી આપવામાં આવશે. જેની રજીસ્ટ્રેશન ફી માત્ર ૧૦૧ રાખવામાં આવી છે.

આ ઉપનયન સંસ્કારમાં જોડાનાર બટુકોના પ્રત્યેક પરિવારના ૧૧ વ્યક્તિના ભોજનની વ્યવસ્થા તેમજ બટુક માટે (ધોતી) પીતાંબરની વ્યવસ્થા સંસ્થા તરફથી કરી આપવામાં આવશે.

પાંચ બટુકનું રજીસ્ટ્રેશન થયેથી નિયત સ્થળ પર તેઓને બોલાવી આ સંસ્કાર વેદોકત વિધિ મુજબ ગ્રહણ કરાવવામાં આવશે. આ યજ્ઞોપવિત સંસ્કારનો સમય સવારે ૮ થી ૧૧ વાગ્યાનો રહેશે.

જામનગરમાં વસતા લોહાણા સમાજના લોકો માટે આ પ્રોજેકટનો શુભારંભ ભીમ અગિયારસના પવિત્ર દિવસથી કરવામાં આવ્યો છે.જે કોઈ રઘુવંશી આ પ્રોજેકટમાં જોડાઈ પોતાના સંતાનને ઉપનયન સંસ્કાર આપવા ઈચ્છતા હોય તેમણે સંસ્થાના કાર્યાલય રરપ, માધવ દર્શન કોમ્પ્લેક્ષ, ક્રિકેટ બંગલા સામે, જામનગરમાં બપોરના ર થી ૪ વાગ્યા દરમ્યાન સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબારે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh