Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને રૂ.દોેઢ લાખના ચેક પરતના કેસમાં ચાર મહિનાની કેદ

જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીને રૂ.દોઢ લાખના ચેક પરતના કેસમાં અદાલતે ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા નામના આસામીએ મિત્રતાના દાવે રૂ.દોઢ લાખ સાગરગીરી અનિલગીરી ગોસ્વામી પાસેથી હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી સાગરગીરીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજાને તક્સીરવાન ઠરાવી ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યા છે. દંડની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ૨૦ દિવસની કેદ ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવિન નાખવા, યશ કટારમલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh