Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સ્વયં અને સમાજ માટે યોગ' થીમ ઉપર
ખંભાળીયા તા. ર૦: સ્વયં અને સમાજ માટે યોગ થીમ અન્વયે ર૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયામાં કરવામાં આવશે.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે આઈકોનિક સ્થળ નવલખા મંદિર તથા સુદર્શન સેતુમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશેષમાં તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખંભાળીયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આર.એન. વારોતરીયા વિદ્યાલય, ભાણવડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પુરૂષાર્થ વિદ્યામંદિર, કલ્યાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ જી.એમ.ડી.સી. સ્કૂલ નંદાણા તથા દ્વારકા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એન.ડી.એચ. હાઈસ્કૂલમાં યોજાશે. નગરપાલિકા કક્ષાએ તથા જિલ્લાના તમામ ગામો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈટીઆઈ સહિતના સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial