Advertisement
Author: નોબત સમાચાર

ત્રાસ આપી પરિણીતાને કાઢી મુકવાના ગુન્હામાં થઈ મુક્તિ

પતિ, સાસુ, દિયર સામે હતી રાવઃ

જામનગર તા. ૨૦: રાજકોટમાં રહેતા પતિ, સાસુ તથા દિયર સામે નગરના એક મહિલાએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીઓનો અદાલતે છૂટકારો કર્યાે છે.

જામનગરના ભારતીબેન નામના મહિલાએ રાજકોટમાં રહેતા પતિ નિલેશ અશોકભાઈ ગોરી, સાસુ હંસાબેન, દિયર અવિનાશ સામે દહેજની માગણી કરી મારકૂટ કરાયા પછી ઘરમાંથી કાઢી મુક્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવ્યા પછી અદાલતે પતિ તથા દિયરનો છૂટકારો ફરમાવ્યો છે. ચાલુ કેસે સાસુનું અવસાન થયું હતું. આ આરોપી તરફથી વકીલ જય પરમાર, પી.કે. પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh