Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૩ ઓગસ્ટ સુધી
જામનગર તા. ર૦: જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષ ર૦ર૪-રપ મા બાગાયત વિભાગની નવી ત્રણ યોજના ફળ-શાકભાજી પાકોમાં પ્રાકૃતિક પ્રોત્સાહન આપવાની યોજના,ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમની સહાય યોજના માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૪-૬-ર૪ થી ૧૩-૮-ર૪ સુધી ખૂલ્લુ મૂકવામાં આવેલ છે. લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭/૧ર, ૮-અનું.જાતિના દાખલા (અનુસૂચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક બચત ખાતાની નકલ સામેલ કરીને અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦ર૮૮-રપ૭૧પ૭) માં તાત્કાલિક પહોંચતી કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial