Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈની અધ્યક્ષતામાં
ખંભાળીયા તા. ર૦: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ભાણવડમાં નગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, પાણીનો વ્યય થતો અટકાવવા, નલ સે જલ યોજનાની કામગીરી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રસ્તાઓનું પેચવર્ક, સ્વચ્છતા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સહિતની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ પ્રગતિ હેઠળના કામો ત્વરિત પૂર્ણ કરવા તેમજ નવા કામો અગે જરૂરી આયોજન કરવા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ વહીવટી તંત્રને સૂચનો કર્યા હતાં.
બેઠકમાં ભાણવડ નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર એ.પી. ચાવડા, ઈ.ચા. ચીફ ઓફિસર રાહુલ કરમુર, તાલુકા વિકાસ અધિકારી એન.એમ. બૈડીયાવદરા, અગ્રણી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, અજય કારાવદરા સહિત નગર પાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial