Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનલનગરમાં આવેલા બે મંદિરોના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યાઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જામનગરમાં રણજીતસાગર ડેમ અને સોનલનગરમાં આવેલા ત્રણ ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામો મહાનગરપાલિકા દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવ્યા હતાં. જામનગરના રણજીત-સાગર ડેમમાં પાણી સંગ્રહ સ્થળે દરગાહ (મજાર) નું વર્ષોથી ગેરકાયદે રીતે બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. આ અંગે લાંબા સમયથી હિન્દુ સેના દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. વર્ષ ર૦રર માં મામલતદાર (ગ્રામ્ય) દ્વારા આ સ્થળની કાયદેસરતા તપાસવા માટે નોટીસ પણ પાઠવવામાં આવી હતી. ત્યારપછી આ પ્રકરણ ઠંડુ પડી ગયું હતું. દરમિયાન ગઈકાલે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ જેસીબી ટ્રેક્ટર સહિતની સાધન-સામગ્રી સાથે રણજીતસાગર ડેમ પાસે પહોંચ્યો હતો અને અતિ ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડી આ દરગાહ (મજાર) નું બાંધકામ દૂર ખસેડી જગ્યા ખુલ્લી કરાવી હતી. આ સ્થળેથી કેટલીક સરકારી સામગ્રી પણ મહાનગરપાલિકાએ કબજે કરી છે. આ કામગીરી સમયે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી કોઈ હોબાળો-વિરોધ ઊઠવા પામે નહીં. ગઈકાલે બપોરે ચારેક વાગ્યે શરૂ કરેલ આ ઓપરેશન ડિમોલીશન રાત સુધી ચાલુ રહ્યું હતું. જે ઓપરેશન ત્રણેક કલાક સુધી ચાલુ રહ્યા પછી સંપન્ન થયું હતું, અને કોઈપણ પ્રકારના વિરોધ વંટોળ વચ્ચે ઓપરેશન સંપન્ન થયું હતું. આ ઉપરાંત ખોડિયાર કોલોની, નિલકમલ પાછળ, સોનલનગરમાં આવેલા બે મંદિરના ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતાં. સોનલનગરમાં આવેલ બે મંદિરના ગેરકાયદે બાંધકામ પણ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ તોડી પાડી જગ્યા ખાલી કરાવી હતી. આ બન્ને ડેરીના ધાર્મિક સ્થળો અંગે તંત્ર દ્વારા અગાઉ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જમીનના કોઈ આધાર-પુરાવા રજૂ નહીં થતા આખરે ગઈકાલે આ બન્ને મંદિર-ડેરીના ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડ્યા હતાં. આ સમયે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial