Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધીમુ પડી ગયેલુ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પુનઃ વેગીલું થતાં
મુંબઈ તા. ર૦: આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને ધીમુ પડી ગયેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પુનઃ સક્રિય થઈને વેગ પકડી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
મુંબઈમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. મુંબઈ, પાલઘર, થાણે, રત્નાગીરી, રાયથઢ, સિંધુદુર્ગ અને વિદર્ભમાં હવામાન વિભાગનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ર૪ કલાકમાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે ભારતીય હવામાન વિભાગના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચ્યા પછી ધીમી પડી ગયું હતું. તે હવે વેગ પકડી રહ્યું છે અને ર૧-રર જૂન સુધીમાં વધુ આગળ વધવાની આગાહી છે.
મુંબઈના પ્રાદેશિક હવામાન વિભાગના વડા સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મરાઠાવાડા સહિત મધ્ય મહારાષ્ટ્રમાં હળાવથી મધ્યમ વરસાદ પડશે. બુધવારે સવારે મુંબઈના ઘણાં ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ તે ગરમીથી રાહત આપવા માટે પૂરતો નહોતો.
ઉલ્લેખનિય છે કે ચોમાસું તેના સામાન્ય સમયના બે દિવસ પહેલા ૯ જૂને મુંબઈ પહોંચ્યું હતું, પરંતુ હજુ પણ ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભના ભાગોને આવરી લતું નથી. ૧ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં ર૦ ટકા ઓછો વરસાદ પડ્યો છે અને ૧ર અને ૧૮ જૂન વચ્ચે વરસાદ લાવવાની સિસ્ટમમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. મંગળવારે આઈએમડીએ કહ્યું કે જૂનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial