Advertisement
Author: નોબત સમાચાર

બતડિયા નેશમાં રૃા. ૪.૪૦ કરોડના 'નલ સે જલ' યોજનાના કામોનું કર્યું ખાતમુહૂર્ત

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે

ખંભાળિયા તા. ૭ઃ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ 'નલ સે જલ' યોજના અંતર્ગત ભાણવડના બતડિયા નેશમાં રૃા. ૪.૪૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારો સુધી નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બતડિયા નેશમાં 'નલ સે જલ' યોજના અંતર્ગત રૃા. ૪.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારો સુધી નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભાણવડના બતડિયા નેશમાં અંદાજિત રૃા. ૪.૪૦ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાના વિવિધ કાર્યો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેના થકી ભાણવડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે.

ભાણવડના બતડિયાનેશ વિસ્તારમાં ર.૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ રૃા. ૩૮ લાખના ખર્ચે તેમજ ૧ એમએલડીનો અંડરગ્રાઉન્ડ સંપ રૃા. ૩૬.પ૦ લાખના ખર્ચે નિર્માણ પામશે. આ ફિલ્ટર પ્લાન્ટથી કિલેશ્વર નાકા, પોરનાકા, ફતેપુર, રેસ્ટ હાઉસ, તાલુકા સેવા સદન તથા સમેશ્વર પ્લોટની ઊંચી ટાંકીઓને જોડતી ડીઆઈ-કે૭ પાઈપલાઈન રૃા. ૧.૧ર કરોડના ખર્ચે નાખવામાં આવશે.

આ સિવાય નગર પાલિકાના મફતપરા, વિજયપુર રોડ, બતડિયા નેશ, કિલેશ્વર નાકાથી ભૂતવડ રોડ વિસ્તારમાં પીવીસીની અલગ અલગ સાઈઝની ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનો રૃા. ૮૮ લાખના ખર્ચે નાખવામાં આવશે. નગરપાલિકાના હયાત ઈએસઆર તથા ટીંબડી ફિલ્ટર પ્લાન્ટને રિપેરીંગનું કામ પણ કરવામાં આવશે. આ કામો થવાથી નગરપાલિકા તેમજ આજુબાજુ વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થશે.

આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટર એસ.ડી. ધાનાણી, મામલતદાર, ઈન્ચાર્જ ચીફ ઓફિસર રાહુલ કરમુર, અગ્રણી ગોવિંદ કનારા, ચેતન રાઠોડ, નગરપાલિકાના પૂર્વ સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh