Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદી કી ગેરન્ટી અંગે યોજાઈ પત્રકાર પરિષદ

ભાજપના સંકલ્પપત્ર માટે સૂચનો-અભિપ્રાય રજુ કરવા અગ્રણી હસમુખભાઈ હિન્ડોચાની અપીલ

ખંભાળીયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમમાં ગઈકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી કી ગેરન્ટી અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રી રસિકભાઈ નકુમે કર્યું હતું. જે પછી રાજ્ય ભાજપ તરફથી ખાસ વકતા જામનગરના ભાજપ અગ્રણી હસમુખભાઈ હિડોચાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા મોદી કી ગેરન્ટી અંગે વિસ્તૃત માહિતી રજુ કરી હતી. આગામી લોકસભાની ચૂંટણી પર્વની જેમ ઉજવવા માટે ભાજપનું આયોજન ૪૧ સ્થળે એક સાથે ગુજરાતમાં કાર્યક્રમો તથા સંકલ્પપત્રમાં લોકોની અપેક્ષા સૂચનો તથા મંતવ્યો પહોંચે તે માટે લોકસભા વિસ્તારો દીઠ બે એલઈડી રથ સાથે સમગ્ર ગુજરાતમાં સૂચન પેટી સાથે રથ ફરશે જેમાં સૂચનો આપવા અથવા ૯૦૯૦૯૦ર૦ર૪ પર મીસ્ડકોલ કરી મંતવ્યો આપવા જણાવી ને આગામી સમયમાં વિવિધ સેલોમાં સામૂહિક કાર્યક્રમો થવાની વિગતો જણાવી દેશની પ્રગતિ માટે મોદીની ગેરન્ટીના સંદર્ભમાં પી.એમ. વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, ગરીબ કલ્યાણ યોજના, ઉજવલા યોજના, આવક વધારવા વિવિધ આયોજનો, ઈ સંજીવની, વિ.ની વાતો કરી હતી. રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ પણ અગાઉ ચૂંટણી ઢંઢેરા દિલ્હીથી નક્કી થતાં ભાજપ હવે ગામેગામ લોકો પાસેથી સૂચનો મેળવે છે તેમ જણાવી સંકલ્પ પત્ર પ્રમાણે ગુજરાત કેન્દ્ર સરકાર કામ કરી રહ્યાના ઉદાહરણો જણાવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh