Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાયયાત્રા'ની આજે ગુજરાતમાં એન્ટ્રીઃ સાત જિલ્લામાં ફરશે

દાહોદના ઝાલોદમાં સભાથી પ્રારંભઃ વિવિધ ૫ાવન સ્થળોની પણ લેશે મુલાકાત

અમદાવાદ તા. ૭ઃ આજથી રાહુલ ગાંધીની ભાત જોડો ન્યાયયાત્રા આજથી ગુજરાતમાં પ્રવેશીને સાત જિલ્લામાં ફરશે અને ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે ભારતજોડો ન્યાયયાત્રા કરી રહેલા કોંગ્રેસના નેતા રહુલ ગાંધીનું પણ ગુજરાતમાં આગમન મહત્ત્વપૂર્ણ મનાય છે.

લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજથી રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગીલો બનાવશે.

તેમની સામે ગત બે લોકસભા ચૂંટણીઓ ૨૦૧૪, ૨૦૧૯ માં ગુજરાતમાં ૨૬-૦ થી હાર ના પરિણામોની કડવી યાદોને ભૂલાવીને આગળ વધવા માટે પણ આ એક અવસર છે. પાર્ટીના એક પછી એક ધારાસભ્યોના રાજીનામા અને તેમના ભાજપમાં જોડાઈ જવાની ઘટનાઓથી કોંગ્રેસને ભારે આંચકા લાગ્યા છે. ત્યારે આ સૌની વચ્ચે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાયયાત્રા સાથે સમગ્ર ગુજરાતને આવરી લઈને ફરી કોંગ્રેસને જીવંત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે. આજે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ પછી તેઓ ઝાલોદમાં એક જાહેરસભાને સંબોધન પછી ઝાલોદથી નીકળીને લીંમડી પહોંચશે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક પાવન સ્થળોની મુલાકાત કરશે, જેમા કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા દરમિયાન ૬ જાહેર સભાઓ અને ર૭ બેઠકો કરશે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા આદિવાસી બેલ્ટના કોંગ્રેસના નેતાએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામા આપ્યા છે ત્યારે આ વિસ્તારમાં આદિવાસી લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી માટે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર લિટમસ ટેસ્ટ સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh