Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશિષ્ટ 'શ્રૃંગાર દર્શન, ચાર પ્રહર આરતી સહિતના આયોજનોઃ
ખંભાળીયા તા. ૭ઃ આવતીકાલે મહા શિવરાત્રિ હોય દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિત સમગ્ર જિલ્લાના પ્રાચીન શિવ મંદિરોમાં ભવ્ય દર્શન ઘી ની મહાપૂજા તથા સમગ્ર રાત્રિના ચાર પ્રહરોમાં મહા આરતીના કાર્યક્રમોનું આયોજન થયું છે.
સવારથી સાંજ સુધી ભાવિકો શિવ મંદિરોમાં પૂજા તથા જળાભિષેક માટે ઉમટે છે તો સાંજે ભવ્ય દર્શન ઘી મહાપૂજા યોજાય છે તથા અનેક શિવ મંદિરોમાં રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રિના ચારેય પ્રહરોમાં ભવ્ય આરતી યોજાય છે જેમાં ભાવિકો ઉમટે છે.
ખંભાળીયા શહેરમાં ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, મહાદેવવાડામાં આવેલા ભીડભંજન મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ભુવનેશ્વર મહાદેવ ઉપરાંત ગ્રામ્ય પંથકના પ્રાચીન શિવમંદિરો વડત્રાના ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ, ભાણવડ ઈન્દ્રેશ્વર મહાદેવ, બજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ, સોડસલા નાગનાથ મહાદેવ, ભાતેલ ભોળેશ્વર મહાદેવ, કોટા કોટેશ્વર મહાદેવ, શીરેશ્વર મહાદેવ શક્તિનગર, રામનગર બાલનાથ મહાદેવ, મોડપર તુંગેશ્વર મહાદેવ પ્રાચીન શિવ મંદિરોમાં ભવ્ય દર્શન સાથે મહાઆરતી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial