Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક સ્કૂટરચાલકના માતાએ કરી રાવઃ
જામનગર તા. ૭ઃ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી પાસે ઉત્તરાયણના દિને જામનગરથી રણુજા જતું સ્કૂટર અને હરીપરથી જામનગર આવતું બાઈક ટકરાઈ પડતા બંને વાહનના ચાલકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માત અંગે સ્કૂટરચાલકના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવના દિવસે બાઈકચાલકના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા માટેલ ચોક નજીક ગઢવી સમાજની વાડી નજીક રહેતા આશિષભાઈ દિલીપભાઈ દોલતાણી (ઉ.વ.ર૩) નામના યુવક ઉત્તરાયણના દિવસે રણુજા જવા માટે જીજે-૧૦-સીજે ૯૦૨૯ નંબરના એક્ટિવા સ્કૂટર પર નીકળ્યા હતા.
તેની સાથે જ જામનગરના રામજીભાઈ નરશીભાઈ વસોયા જીજે-૧૦-એએ ૯૨૧૫ નંબરના મોટરસાયકલમાં જામનગરથી કાલાવડના હરીપર-ખંઢેરા ગામમાં એક પ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા ત્યાંથી પરત જામનગર જવા રવાના થયા હતા. આ બંને વાહનચાલકો જ્યારે કાલાવડથી વીસેક કિ.મી. દૂર આવેલા મોટી માટલી ગામ પાસે રાધે હોટલ નજીક પહોંચ્યા ત્યારે ટકરાઈ પડ્યા હતા.
આ અકસ્માતમાં સ્કૂટર ચાલક આશિષભાઈને માથા તથા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે રામજીભાઈને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બંને વાહનચાલકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. તે પછી મૃતક આશિષભાઈના માતા સપનાબેન દિલીપભાઈએ કાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મોટરસાયકલના ચાલક રામજીભાઈ નરશીભાઈ વસોયા સામે ફરિયાદ નોંધાવી છે. બનાવના દિવસે મૃતક બાઈકચાલક રામજીભાઈના ભત્રીજા સાગર રમેશભાઈએ સ્કૂટરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial