Advertisement
Author: નોબત સમાચાર

વિકસિત ભારત સંકલ્પ પત્ર અંગે જામનગર જિલ્લા ભાજપ દ્વારા સૂચનો મેળવવાનું આયોજન

ભાજપ આગામી લોકસભાની ચૂંટણીનું ઘોષણાપત્ર પ્રજાને પૂછીને નક્કી કરશેઃ રાજુભાઈ ધ્રુવ

જામનગર તા. ૭ઃ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભમાં ભાજપ દ્વારા તૈયાર થનાર ચૂંટણી સંકલ્પપત્ર અંગે આમ જનતાના સૂચનો અને અભિપ્રાયો મેળવવાના અભિયાનનો જામનગર જિલ્લામાં આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન તા. ૧પ-૩-ર૦ર૪ સુધી ચાલશે. આ અભિયાન અંગે વિગતો આપવા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભાજપના પ્રદેશ અગ્રણી રાજુભાઈ ધ્રુવની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

જેમાં રાજુભાઈ ધ્રુવે ભાજપના કેન્દ્રમાં દસ વર્ષના સુશાસનની અને થઈ રહેલા વિકાસ કાર્યોની વિગતો જણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે કહે છે તે કરી બતાવે છે. મોદીની ગેરન્ટી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી ભારત આજે તમામ દિશાઓમાં ઝડપભેર વિકાસના માર્ગે છે.

ભાજપ દ્વારા પ્રજાના દરેક વર્ગોમાંથી સૂચનો માંગી સંકલ્પ પત્ર તૈયાર કરવાની પ્રણાલી છે અને ગત્ બે ચૂંટણીઓમાં ભાજપે સંકલ્પ પત્રમાં રજૂ કરેલા ૯પ ટકા સંકલ્પો પૂર્ણ કર્યા છે.

જામનગર શહેર/જિલ્લામાં મુખ્ય સ્થળો ઉપર સૂચન પેટીઓ મૂકવામાં આવશે. જેમાં લોકોને તેમના સૂચનો મૂકવા ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા અનુરોધ કરાશે. આ ઉપરાંત મો.નં. ૯૦૯૦૯ ૦ર૦ર૪ ઉપર મીસ્ક કોલ કરી મંતવ્યો જણાવી શકાશે. ભાજપના કાર્યાલયોમાં પણ સૂચનપેટી રાખવામાં આવશે. રાજુભાઈ ધ્રુવે જામનગર જિલ્લાની જનતાને સૂચનો-અભિપ્રાયો રજૂ કરવા અનુરોધ કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જિલ્લા-મહાનગર ભાજપના મહામંત્રીઓ, અન્ય હોદ્દેદારો, લોકસભા ચૂંટણી મીડિયા ઈન્ચાર્જ ભાર્ગવભાઈ ઠાકર, મીડિયા સેલના દિપાબેન સોની વગેરે હાજર રહ્યા હતાં, જો કે પત્રકાર પરિષદ બપોરે ૩-૧પ ના બદલે ૪ વાગ્યે શરૃ થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh