Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર સહિત ₹ ૪ લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૭ઃ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામ નજીક નદીના પુલ પર ગઈકાલે રાત્રે પૂર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી પોલીસે એક મોટરમાંથી અંગ્રેજી શરાબની ૧૯૬ બોટલ સાથે મકાજી મેઘપર ગામના એક અને બોટાદ જિલ્લાના તુરખા ગામના બે શખ્સને દબોચી લીધા છે. રૂપિયા ચારેક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામ પાસે એક મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા ગઈરાત્રે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.
તે દરમિયાન રાત્રે પોણા વાગ્યે જીજે-૧-કેઈ ૮૧૭૧ નંબરની સ્વીફટ ડિઝાયર પસાર થઈ હતી. તેને રોકાવી પોલીસે તલાશી લેતા તે મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે જુદી જુદી બ્રાંડની ૧૯૬ બોટલ મળી આવી હતી. પોલીસે ₹ ૧ લાખ ૯૬ હજારની દારૂની બોટલો, ₹ ૩ લાખની મોટર તેમજ ચાર મોબાઈલ મળી કુલ ₹ ૪,૧૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ મોટરમાંથી બોટાદ જિલ્લાના તુરખા ગામનો કાળીયો જાદવભાઈ બાવળીયા ઉર્ફે કાળુભાઈ, છત્રપાલ ઉર્ફે સતુભા સુરેશભાઈ બસીયા તથા મકાજી મેઘપર ગામના હરજી ધનજીભાઈ ગમારા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો સામે ગુન્હો નોંધી ધરપકડ કરી લેવાઈ છે. આ જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો અને ક્યા લઈ જવાતો હતો? તેની પૂછતાછ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial