Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએમાં પણ ખટરાગઃ બેતીયામાં મતભેદો સપાટી પર આવ્યાઃ
નવી દિલ્હી તા. ૭ઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મેદીનીપુરમાં યોજાયેલી એક સભામાં મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતાં, અને 'મોદીની ગેરંટી'ના સૂત્રને લઈને વ્યંગાત્મક શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેણીએ કહ્યું કે, મોદીની ગેરંટી ફૂગ્ગા જેવી છે, જેમાંથી ચૂંટણી પછી હવા નીકળી જવાની છે. તેણીએ કહ્યું કે, મોદી સરકારે કરેલા વાયદા ભાગ્યે જ પૂરા થાય છે. તેણીએ રાજ્ય સરકારને ફાળવાયેલુ કેટલુક ચોક્કસ ફંડ અટકાવી રાખ્યું હોવાનો પણ મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો. તેણીએ એવો હુંકાર કર્યો કે, પ. બંગાળમાં તો તૃણમુલનું જ શાસન રહેશે. કેન્દ્રિય કક્ષાના ભાજપના નેતાઓ પર વ્યંગ કરતા તેણીએ કહ્યું કે, ચૂંટણી ટાણે કેટલાક લોકો દિલ્હીથી આવે છે, પરંતુ પછી વર્ષો સુધી ગાયબ થઈ જતા હોય છે.
બિહારના બેતિયામાં વડાપ્રધાનની જનસભામાં મુખ્યમંત્રી નીતિશકુમાર નહીં દેખાતા તર્ક-વીતર્કો શરૃ થઈ રહ્યા છે, અને નીતિશ કુમાર ક્યાંક ફરીથી વંડી ઠેકવાની તૈયારીમાં તો નથી ને? તેવા સવાલો ઊઠવા પામ્યા છે. ભાજપના નેતાઓએ વડાપ્રધાનને સત્કાર્યા, ત્યારે નીતિશકુમાર જોવા નહીં મળતા ત્યારે જ ગુસપુસ શરૃ થઈ ગઈ હતી. આ સભામાં ચિરાગ પાસવાન હાજર રહેનાર હોવાથી નીતિશકુમાર દૂર રહ્યા હોવાનું કહેવાય છે, જો કે નીતિશકુમારનો દિલ્હીનો પ્રવાસ પૂર્વનિર્ધારિત હોવાથી તેઓ બેતિયાની સભામાં પહોંચ્યા નહીં હોવાની ચોખવટ પણ એનડીએના વર્તુળો કરતા જણાયા હતાં. બીજી તરફ વડાપ્રધાનની આ જનસભામાં એનડીએના સાથી પક્ષોના અગ્રીમ હરોળના નેતાઓ પૈકી કેટલાક દેખાયા નહીં હોવાની ચર્ચા પણ થવા લાગી હતી, અને ચિરાગ પાસવાન તથા ઉપેન્દ્ર કુશવાલાને પણ હવે હાંસિયામાં ધકેલી દેવાયા હોવાની વાતો વહેતી થઈ હતી, જેને એનડીએના વર્તુળો નકારી રહ્યા છે.
આ તરફ ગુજરાતમાં ભાજપના ભરતીમેળામાં કોંગી નેતાઓ એક પછી એક જોડાઈ રહ્યા છે, તેથી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જ્યારે ભાજપમાં આ આયતી નેતાગીરીના કારણે વર્ષોથી ભારતીય જનતા પક્ષમાં નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેલા નેતાઓ-કાર્યકર્તાઓમાં છૂપો અસંતોષ પજવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. પ્રદેશ ભાજપ પ્રમુખે મહુવાના દિગ્ગજ નેતા કનુ કલસરિયાની હોસ્પિટલની મુલાકાત લીધા પછી કનુભાઈની ઘરવાપસીની અટકળો પણ તેજ થઈ ગઈ હતી. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા જ ટપોટપ વિકેટો પડતા પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ગુસપુસ થઈ રહી હોય એ સ્વાભાવિક છે, સાથે સાથે ભાજપમાં પણ જુના અને નવી નેતાગીરી વચ્ચે તાલમેલ મેળવીને લોકસભાની ચૂંટણી સાથે મળીને પ્રચાર કરવામાં કેટલી સફળતા મળશે, તેવા સંદેહાત્મક સવાલો ઊઠી રહ્યા છે.
આમ, દેશમાં લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારની શરૃઆત થઈ ગઈ છે, અને હવે નવી સરકાર પસંદ કરવાની તક ફરીથી મતદારોને મળવાની છે, ત્યારે જોઈએ, શું થાય છે તે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial