Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક થાંભલા પરથી પછડાતા શ્રમિક મોતને શરણઃ બીમારીથી વૃદ્ધનું મૃત્યુઃ
જામનગર તા. ૭ઃ જામનગરના દરેડ જીઆઈડીસીમાં સપ્તાહ પહેલાં પિત્તળની એક ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. તેમાં દાઝી ગયેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ચાંપાબેરાજા ગામમાં ઈલેકટ્રીક થાંભલા પર વાયર લગાડવા ચઢેલા પરપ્રાંતિય યુવકનું થાંભલો તૂટી પડતાં પડી જવાથી મૃત્યુ થયું છે. કૂવામાં પાણી જોવા જતી વેળાએ ખાબકી ગયેલા ખેડૂત પર કાળનો પંજો પડ્યો છે. બીમારીથી પીડાતા સુરજકરાડીના વૃદ્ધ મોતને શરણ થયા છે.
જામનગર નજીકના દરેડમાં આવેલા જીઆઈડીસીમાં મારૃતી મેટલ નામના કારખાના માં મજૂરી માટે આવીને રહેતા મૂળ બિહારના ફખરપુર ગામના વતની વિશુનાથ મહેન્દ્રભાઈ શર્મા (ઉ.વ.૩૦) નામના યુવાન દરેડ-મસીતિયા રોડ પર એક મકાનમાં વસવાટ કરતા હતા. આ શ્રમિક ગઈ તા.૨૬ની બપોરે કારખાનામાં પિત્તળની ભઠ્ઠીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં તેમાંથી ઉડેલા પિત્તળના રસથી દાઝી ગયા હતા.
સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા વિશુનાથને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓનું મંગળવારે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ હિતેશ શર્માએ પોલીસને જાણ કરી છે.
જામનગર નજીકના ચાંપા બેરાજા ગામમાં ગ્રામ પંચાયત કચેરી પાસે ઈલેકટ્રીકના થાંભલા પરથી વાયર તૂટી જતાં તેને ફરીથી લગાડવા માટે ગઈ તા.૧ની બપોરે રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લાના વતની યોગેશભાઈ બચુરામ સેન (ઉ.વ.૨૩) નામના શ્રમિક ચડ્યા હતા. આ વેળાએ અચાનક જ ઈલેકટ્રીકનો થાંભલો તૂટી પડતા આ યુવાન જમીન પર પછડાયા હતા. ગંભીર ઈજા પામેલા યોગેશભાઈને સારવાર માટે જામનગર દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ હીરાલાલ સેને પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના નરમાણા ગામના દિલીપભાઈ વલ્લભભાઈ અજુડીયા (ઉ.વ.૪૫) નામના ખેડૂત મંગળવારે રાત્રે પોતાના ખેતરમાં કામ કરતા હતા. પાણી વાળતી વેળાએ દિલીપભાઈ કૂવામાં કેટલું પાણી છે તે જોવા માટે નમ્યા ત્યારે કૂવામાં ખાબકી ગયા હતા. તેની ગઈકાલે સવારે અન્ય લોકોને જાણ થઈ હતી. તે પહેલા આ ખેડૂતનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. સંજય વલ્લભભાઈએ પોલીસને વાકેફ કરી છે.
ઓખામંડળના સુરજકરાડી ગામમાં વસવાટ કરતા પેરમાલ નયનારભાઈ મદ્રાસી (ઉ.વ.૭૦) નામના વૃદ્ધને દોઢેક મહિનાથી ફેફસા તથા શ્વાસની બીમારી લાગુ પડી હતી. આ વૃદ્ધનું બીમારીના કારણે સોમવારે મૃત્યુ નિપજ્યાનું દ્વારકાના રેતવા પાડામાં રહેતા રસીદાબેન યુનુસભાઈએ પોલીસને જણાવ્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial