Advertisement
Author: નોબત સમાચાર

મંજૂર ભરણપોષણ સામે પતિએ કરેલી અપીલ રખાઈ અમાન્ય

પતિએ ચૂકવવું પડશે ભરણપોષણઃ

જામનગર તા. ૭ઃ જામનગરના એક મહિલાએ ખંભાળિયામાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કોર્ટનો હુકમ મેળવ્યો હતો. તે હુકમ સામે પતિએ કરેલી અપીલ અદાલતે નકારી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા ખતીજાબાનુ નામના મહિલાના નિકાહ ખંભાળિયાના ઈનાયત હાજીઈસ્માઈલ ભંડેરી સાથે થયા પછી આ દંપતીને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારપછી ખતીજાબેનને પતિ તેમજ સાસુ મુમતાઝ, સસરા હાજી ઈસ્માઈલ, જેઠ ઈરફાન ભંડેરીએ ત્રાસ આપી ઘરમાંથી પહેરેલા કપડે સંતાન સાથે કાઢી મૂક્યા હતા.

આ મહિલાએ જામનગરની અદાલતમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી વચગાળાનું ભરણપોષણ માગતા અદાલતે દર મહિને રૃા.સાડા સાત હજાર ચૂકવી આપવા પતિને હુકમ કર્યાે હતો. તે હુકમ સામે પતિએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલમાં અરજદારણના વકીલ અસરફ જુણેજા, નિલય ઠાકરે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે પતિની અપીલ નામંજૂર કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh