Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી થઈ શકે જાહેર
નવી દિલ્હી તા. ૭ઃ આજે સાંજે ૬ વાગ્યે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકવાર ચર્ચા કરીને ઉમેદવારોની ફાયનલ પસંદગી થશે અને પ્રથમ યાદી જાહેર થશે, તેવી અટકળો છે.
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે સાંજે ૬ વાગ્યે મળશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઈનલ થઈ શકે છે. આજની બેઠકમાં અનેક રાજ્યોની બેઠકો માટે ઉમેદવારો નક્કી થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પેનલે દરેક લોકસભા સીટ માટે બેથી ચાર નામ તૈયાર કર્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણાં નેતાઓ હાજરી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના રાજ્યોમાં ઉમેદવારોની સ્ક્રીનીંગ લગભગ આખરી થઈ ગઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડી શકે છે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાયબરેલીથી ઉમેદવારી અંગે અટકળો વધુ છે. બન્ને બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે, કારણ કે સોનિયા ગાંધી આ બન્ને બેઠકો પર ચૂંટણી લડી ચૂક્યા છે.
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના સ્થાનિક એકમોએ માંગ કરી છે કે માત્ર ગાંધી પરિવારના સભ્યો જ ત્યાંથી ચૂંટણી લડે, જો કે પ્રથમ યાદીમાં ક્યા ઉમેદવારોના નામ જાહેર થાય છે તે જોવું રહ્યું. ઘણાં રાજ્યોએ પહેલાથી જ પોતપોતાની સ્ક્રીનીંગ કમિટીની બેઠકો યોજી છે અને તેમના રાજ્યોની બેઠકો માટે ઉમેદવારોની યાદી મોકલી છે.
પાર્ટી અધ્યક્ષ ખડગેની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી અને ટીએસ સિંહદેવ અને અન્યનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ભાજપે ૧૯પ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial