Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જોડીયા-ભુંગામાં ડહોળા પાણી વિતરણ અંગે રેલી-આવેદન પાઠવાયુ

ભૂતિયા નળ જોડાણ શોધવામાં સ્થાનિકો મદદ કરેઃ કમિશ્નર

જામનગર તા. ૭ઃ જામનગરના વોર્ડ નંબર એકમાં જોડીયા વિસ્તારમાં વિતરણ થતા ડહોળા પાણીના પ્રશ્ને ગઈકાલે વિશાળ રેલી કાઢી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જેમાં કમિશનર દ્વારા ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી. તો સામથે ભૂતિયા નળ જોડાળ શોધવામાં મદદ કરવા પણ કમિશનરે રજુઆત કરનારાઓને જણાવ્યું હતું.

વોર્ડ નંબર ૧ ના રહેવાસી અને સામાજિક કાર્યકર અનવર નુરમામદ સંઘારની આગેવાનીમાં ગઈકાલે જોડીયા -ભુંગા વિસ્તારના રહેવાસીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, કે જોડીયા ભુંગા વિસ્તારમાં ડહોળું પાણી વિતરણ કરવામાં આવે છે. આ સમયે વોટર વર્કસ વિભાગના અધિકારી નરેશ પટેલ પણ ઉપસ્થિત હ્યા રજુઆત કરતાઓને યોગ્ય નિરાકરણની કમિશનરે ખાત્રી આપી હતી તો જરૃરી કામ ચાલુ હોવાનું વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. સાથે કમિશનરે પણ રજુઆત કરનારાઓને જણાવ્યું હતું કે ભૂતિયા નળ જોડાણ શોધવામાં સ્થાનિક લોકો મદદ કરે અને સહકાર આપે.

હાલ ડહોળા પાણીનો ફોલ્ટ શોધવામાં તંત્ર કામે લાગ્યું છે અને જયાં લીકેજ જોવા મળશે ત્યાં જરૃરી કામગીરી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh