Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોલમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટનો કાર્યક્રમ સંપન્ન

ઉર્જા-પાણી બચાવવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા અંગે માર્ગદર્શન

જામનગર તા. ૭ઃ શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલમાં ગુજરાત કાઉન્સીલ ઓન લાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) આયોજીત અને બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી તેમજ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગરના સહયોગથી વધતા જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદુષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી લાઈફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોને ઉર્જા બચાવો, પાણી બચાવો, સેય નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક, નકામા પદાર્થનો ઘટાડો કરવા, ટકાઉ આહાર પ્રણાલી, ઈ વેસ્ટ ઘટાડવો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવો જેવી વિવિધ થીમ પર બાળકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા દ્વારા તમામ બાળકોને પર્યાવરણના પ આર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ બાળકોને ગ્રુપ ઈકો ફ્રેંડલી એક્ટિવિટી કરાવવામાં આવી હતી. જેમાં બાળકોએ નકામા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઈકોબ્રીકસથી તૈયાર કરેલ છોડ ઉગાડ્યા હતાં. બાળકો રોજિંદા જીવનમાં ઉર્જા બચત કરતા થયા એ હેતુથી બાળકોને સાપસીડી જેવી રમતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા બાળકો તેમજ ૧૦ શિક્ષકો સામેલ થયા હતાં. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સર્વેએ પર્યાવરણ બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ તમામ બાળકોને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં સામેલ થવા બદલ સંસ્થાના ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh