Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસકામોનો ઉલ્લેખ કરી 'વોકલ ફોર લોકલ'ની કરી હાકલ
શ્રીનગર તા. ૭ઃ આજે શ્રીનગરમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હું તમારા દિલ જીતવા આવ્યો છું, અને તે માટે પ્રયત્નો કરતો રહીશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ માટે વિકાસકામોના ઉલ્લેખ કરીને વડાપ્રધાને લોકોને વોકલ ફોર લોકલનો અભિગમ અપનાવવા ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. બાબા અમરનાથની યાત્રા સહિત પર્યટન, સફરજન સહિતની ખેતીનો વિકાસ, કૃષિ-સંવર્ધનના માધ્યમથી રોજગારીની વધી રહેલી તકોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સ્વાસ્થ્ય, ઉચ્ચ શિક્ષણ અને માળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. તેઓએ રેલવે કનેક્ટિવિટી, હવાઈ સેવાઓ તથા સડક માર્ગે કનેક્ટિવિટી, સંચાર સેવાઓ તથા અદ્યતન સુવિધાઓના માધ્યમથી રાજ્યનો સર્વાંગી વિકાસ કરવાનો અભિગમ અપનાવીને જમ્મુ-કાશ્મીરમાં આર્થિક ઉન્નતિ માટે સરકારની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની જનતા એ જાણી ગઈ છે કે કેટલાક પરિવારો તેઓને ગુમરાહ કરી રહ્યા હતાં. હવે અહીં તમામ લોકોને સમાન અધિકારો અને અવસરો પ્રાપ્ત થયા છે. વર્ષોથી મતદાનથી વંચિત રહેવા લોકોન્ને જેનો અધિકાર અપાયો છે, જે લોકોને અધિકારો મળ્યા નહોતા તેને અમે પુનઃ અપાવી રહ્યા છીએ. બેન્કીંગ સેવાઓનો લાભ હવે તમામ લોકોને મળશે.
વડાપ્રધાને પૂર્વ સરકારો અને પરિવારવાદી શાસકોનો ઉલ્લેખ કરીને હવે જેએમકેની બેન્કીંગ વ્યવસ્થા સુધારાશે અને ભ્રષ્ટાચાર ખતમ કરાશે. હવે જેએમકે બેંક મજબૂત બની છે.
બક્ષી સ્ટેડિયમમાં યોજાયેલી જનસભાને સંબોધતા વડાપ્રધાને કલમ-૩૭૦ હટાવી, તે પહેલા અને પછીની સ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, મારો પરિવાર દેશના લોકો છે. મેં જમ્મુ-કાશ્મીરને મારો પરિવાર માન્યો છે. તેમ ગણાવી તેમણે 'મોદી કી ગેરંટી'નો ઉલ્લેખ કરીને લોકોને આવી રહેલા મહાશિવરાત્રિ અને રમઝાનના તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial