Advertisement
Author: નોબત સમાચાર

શ્રીનગરમાં જંગી રેલીને વડાપ્રધાન મોદીનું સંબોધનઃ રૃપિયા ૬૪૦૦ કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂૃર્ત

કલમ-૩૭૦ હટાવ્યા પછી પીએમ પહેલી વખત કાશ્મીરમાંઃ લાભાર્થીઓ સાથે સંવાદઃ શંકરાચાર્ય હિલના દર્શનઃ પ્રદર્શન નિહાળ્યું

શ્રીનગર તા. ૭ઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા પછી પ્રથમ વખત કાશ્મીરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૃા. ૬૪૦૦ કરોડના વિકાસકામોના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતાં, અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યા પછી જંગી રેલીને સંબોધી રહ્યા છે.

કલમ ૩૭૦ નાબૂદ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેઓ શ્રીનગર પહોંચ્યા છે. પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા વિકાસની પરિયોજનાને લઈને એક પ્રદર્શન યોજાયું હતું, જેમાં જમ્મુ-કાશ્મીરમાં ઉત્પાદન કરતા વેપારીઓ અને ઉદ્યમીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતાં. ત્યારપછી પીએમ મોદી શ્રીનગરમાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતાં. જંગી રેલીને સંબોધન કરતા પહેલા વડાપ્રધાને યોજનાકીય લાભો મેળવનાર કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યા હતાં.

જનસભા પહેલા તેઓ શંકરાચાર્ય ટેકરી પર પહોંચ્યા હતાં અને દૂરથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર શેર કર્યું હતું કે, 'થોડા સમય પહેલા શ્રીનગર પહોંચ્યા પછી મને દૂરથી ભવ્ય શંકરાચાર્ય હિલ જોવાની તક મળી.'

પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ રાબિયા મુસ્તફાને નિમણૂક પત્ર સોંપ્યો. રાબિયાના પતિ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી આતંકી હુમલામાં શહીદ થયા હતાં. પીએમ મોદીના હસ્તે ૬૪૦૦ કરોડના ખર્ચે પર પરિયોજનાઓનો સુભારંભ અને લોકાર્પણ કર્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીને કાશ્મીરી શાલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રિય મંત્રી ડો. જિતેન્દ્રસિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ મંચ પર હાજર રહ્યા હતાં.

કાર્યક્રમની શરૃઆતમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરની ખીણમાં ત્રિરંગો લહેરાયો છે જે ત્રણ દાયકાથી લહેરાયો હતો. બક્ષી સ્ટેડિયમ અંગે તેમણે કહ્યું કે, આ સ્ટેડિયમમાં ૩પ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે અને તેનું નિર્માણ ફીફાના ધોરણો મુજબ કરવામાં આવ્યું છે.

લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીરી શાલ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ હાજર રહ્યા હતાં.

શ્રીનગર શહેરમાં પીએમની રેલી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલી સ્થળ બખ્શી સ્ટેડિયમમાં મોદી મોદી, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સંભળાઈ રહ્યા છે.

આ જાહેર સભા શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં યોજાઈ છે. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં હજારો સૈનિકો તહેનાત છે. આ પહેલા પીએમ મોદીએ ર૦૧૯ માં કાશ્મીરની મુલાકાત લીધી હતી. જયાં તેમણે લોકસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. તે પછી કેન્દ્ર સરકારે પ ઓગસ્ટ ર૦૧૯ ના કલમ ૩૭૦ની જોગવાઈઓ રદ કરી હતી અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે અહીં જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભીડ એકઠી કરવાના તમામ શકય પ્રયાસો કર્યા છે. ઓમરે કહ્યું કે ભાજપ પોતાના દમ પર આવું કરવા સક્ષમ નથી, ઉંમરે એક્સ પર પોસ્ટમાં લખ્યું - મીડિયાએ ઉલ્લેખ કરવાનું ભૂલી જશે કે ત્યાં કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી સ્વેચ્છાએ જોડાયો નહીં હોય.

શ્રીનગર શહેરમાં પીએમની રેલી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલી સ્થળ બખ્શી સ્ટેડિયમમાં મોદી મોદી, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સંભળાઈ રહ્યા છે.

આ જાહેર સભા શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં યોજાઈ છે. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં હજારો સૈનિકો તહેનાત છે. આ પહેલા પીએમ મોદીએ ર૦૧૯ માં કાશ્મીરની મુલાકાત લીધી હતી. જયાં તેમણે લોકસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. તે પછી કેન્દ્ર સરકારે પ ઓગસ્ટ ર૦૧૯ ના કલમ ૩૭૦ની જોગવાઈઓ રદ કરી હતી અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું.

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે અહીં જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભીડ એકઠી કરવાના તમામ શકય પ્રયાસો કર્યા છે. ઓમરે કહ્યું કે ભાજપ પોતાના દમ પર આવું કરવા સક્ષમ નથી, ઉંમરે ટ્વીટર પર પોસ્ટમાં લખ્યું - મીડિયાએ ઉલ્લેખ કરવાનું ભૂલી જશે કે ત્યાં કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી સ્વેચ્છાએ જોડાયો નહીં હોય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh