Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાને કમ્પેઈન્સેશનમાંથી ચૂકવાશે છ લાખઃ
જામનગર તા. ૭ઃ લાલપુર પંથકની એક સગીરાનું સાડા ત્રણેક વર્ષ પહેલા અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર ઝડપાયેલા ખટીયા ગામના શખ્સને અદાલતે તક્સીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૃા.૬ લાખ વળતરપેટે ચૂકવી આપવા આદેશ થયો છે.
લાલપુર પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું વર્ષ ૨૦૨૦માં લાલપુર તાલુકાના ખટીયા ગામના રઝાક કરીમ સમા નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે સગીરા તથા આરોપી રઝાક સમાને પોલીસે ઝડપી લીધા હતા. તે પછી સગીરા પર દુષ્કર્મ ગુજારાયાનું ખૂલતા આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકારી વકીલે ફરિયાદી તેમજ ભોગ બનનાર સગીરા અને જુદા જુદા સાહેદોની જુબાની રજૂ કરવા ઉપરાંત દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રઝાક કાસમ સમાને તક્સીરવાન ઠરાવી વીસ વર્ષની કેદની સજા તથા રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. સગીરાને વળતર પેટે રૃા.૬ લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી આસી. ડીજીપી મુકેશ પી. જાની રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial