Advertisement
Author: નોબત સમાચાર

પુત્ર સાથે ભાગ લેવા જવાનું કહીને નીકળેલા પરિણીતા પિતાના ઘેરથી ગુમ

મેઘપર પોલીસે તપાસ હાથ ધરીઃ

જામનગર તા. ૭ઃ લાલપુર તાલુકાના જોગવડ ગામના તળાવનેસમાં રહેતા એક ચારણ પ્રૌઢની પરિણીત પુત્રી એકાદ મહિના પહેલાં પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડના તળાવનેસમાં રહેતા વનરાજભાઈ રણછોડભાઈ સુમેત નામના ચારણ નામના પ્રૌઢની પરિણીત પુત્રી પુખીબેન ભોજકરણ વિજાણી (ઉ.વ.ર૪) ગઈ તા.૨ ફેબ્રુઆરીની સાંજે પોતાના ત્રણ વર્ષના પુત્ર ધવલને ભાગ લઈ દેવા માટે જવાનું કહીને પિતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે.

આ યુવતી પાંચેક ફૂટની ઉંચાઈ, પાતળો બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. તેણીના બંને હાથમાં ત્રાજવા ત્રોફાવેલા છે. છેલ્લે તેણીએ લાલ પહેરણ, લાલ ઓઢણું ધારણ કરેલા હતા. પિતા વનરાજભાઈએ તેની પોલીસને જાણ કરી છે. આ યુવતી અંગે કોઈ જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનના જમાદાર વી.સી. જાડેજા-૯૨૬૫૨ ૦૦૫૩૭નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh