Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુઝર્સ ૧પ માર્ચ પહેલા અન્ય બેન્ક સાથે પોતાનું એકાઉન્ટ લિંક કરી શકશે
નવી દિલ્હી તા. ૭ઃ પેટીએમ વોલેટનો ઉપયોગ કરનારા ૮પ% લોકોને કોઈપણ સમસ્યા નહીં થાય તેમ જણાવી રિઝર્વબેન્કે પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧પ માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક સાથે લિંક કરી લેવા અપીલ કરી છે.
પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧પ માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી લે, જેથી તેમને ૧પ માર્ચ પછી પેમેન્ટને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અપીલ કરી હતી. લગભગ ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્લિકેશનને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
ગઈકાલે તેમણે કહ્યું હતું કે ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહી અને અન્ય યુઝર્સ પોતાની એપને અન્ય બેન્ક એકાઉન્ટસ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે ૩૧ જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટસ બેન્ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેકશન અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકયો હતોે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાયેલ વોલેટને અન્ય બેન્કો સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧પ માર્ચ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ૧પ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૃર નથી તેમણે ઉમેર્યું હતું કે ૮૦-૮પ ટકા પેટીએમ વોલેટ અન્ય બેન્કો સાથે જોડાયેલા છે અને બાકીના ૧પ ટકાને અન્ય બેન્કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આરબીઆઈએ પગલા એક નિયમનકારી એન્ટિટી સામે પગલાં લીધા છે કોઈ ફિનટેક કંપનીઓ વિરૃદ્ધ લીધા નથી. દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરબીઆઈ નાણાકીય ટેકનોલોજી ક્ષેત્રમાં ઈનોવેશનની તરફેણ કરે છે અને નવા ટુલ્સના ટેસ્ટિંગ માટે સેન્ડ બોકસ પણ રજૂ કર્યું છે. આરબીઆઈ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે આરબીઆઈ ફિનટેકના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial