Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૭ઃ જોડિયાના પીઠડ ગામમાં રહેતા એક કોળી પ્રૌઢ કામ-ધંધો કરતા ન હતા અને તેમના પત્ની પણ મૂકીને ચાલ્યા જતાં સુનમુન થઈ ગયેલા આ પ્રૌઢે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
જોડિયા તાલુકાના પીઠડ ગામના વિનોદભાઈ અવચર ભાઈ ઝીંઝુવાડિયા નામના કોળી યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા લોખંડના પાઈપમાં સાડી વડે ગાળીયો બનાવી પરોવીયા પછી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં તેમના પુત્ર રવિભાઈ વગેરેએ તરત જ વિનોદભાઈને નીચે ઉતારી સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી વિનોદભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પુત્ર રવિભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતા થોડા સમયથી કોઈ કામ-ધંધો કરતા ન હતા અને તે દરમિયાન પત્ની જયોત્સનાબેન પણ વિનોદભાઈને મૂકીને ચાલ્યા ગયા હતા. તે બાબતનું માઠું લાગી આવતા સુનમુન રહેતા વિનોદભાઈએ ગઈકાલે આત્મઘાતી પગલું ભરી લીધુ છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial