Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ર૯૬ વિવિધ સ્વસહાય જૂથોની મહિલાઓને રૃા. ૧૩૪ લાખથી વધુની સહાય ચૂકવાઈ

સાંસદ ૫ૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જાંબુડામાં યોજાયો 'નારી શક્તિ વંદના' કાર્યક્રમ

જામનગર તા. ૭ઃ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જાંબુડામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લાના ર૯૬ સ્વસહાય જુથોની મહિલાઓને રૃા. ૧૩૪ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથોની ૧.૩૦ લાખ જેટલી મહિલાઓને રૃા. ૨૫૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ, લાલપુર, જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ યોજાયો હતો. જેમાં જાંબુડામાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિવિધ સ્વ-સહાય જૂથની મહિલાઓને લોન સહાય ચુકવવામાં આવી હતી. આ સાથે સાથે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને પરિશ્રમ, ત્યાગ, લાગણી અને શક્તિના મૂર્તિ સ્વરૃપ દર્શાવી સંબોધનની શરૂઆત કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની શક્તિને પારખી નવી દિશા આપી છે. મહિલા સશક્તિકરણના તમામ પ્રયાસો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય તથા દેશ આગળ વધી રહ્યા છે. પરિવારના પાલન પોષણમાં પોતાની જાતને હોમી દેનાર મહિલાઓને જો યોગ્ય મંચ નહીં મળે તો દેશમાં સર્વાંગી વિકાસ ક્યારેય શક્ય નહીં બને અને તેથી જ આજે સરકાર બેટી બચાઓ-બેટી પઢાઓ, સખી મંડળો, અભયમ મહિલા હેલ્પલાઈન, માં વાત્સલ્ય, અન્નપૂર્ણા યોજના, મહિલા આરક્ષણ સહિતની અનેક મહિલા શશક્તિકરણની યોજનાઓ અને બાબતો અમલમાં મૂકી મહિલાઓના વિકાસમાં ભાગીદાર બની મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં કાર્ય કરી રહી છે.

કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાના ૭ સ્વસહાય જૂથોને રૃા.૨.૧૦ લાખ રીવોલ્વીંગ ફંડ, ૩૩ સ્વસહાય જૂથોને રૃા.૩૬.૦૦ લાખ કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ, ૨૨૩ સ્વસહાય જૂથો/ગ્રામ સંગઠનોને રૃા.૨૭.૩૩ લાખ સ્ટાર્ટઅપ ફંડ, ૩૩ સ્વસહાય જૂથોને રૃા.૬૯.૫૦ લાખ ક્રેડિટ મળીને કુલ ૨૯૬ જુથોને રૃા.૧૩૪.૯૩ લાખ લોન સહાય ચુકવવામાં આવી હતી.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ શાબ્દીક સ્વાગત વડે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. સ્વ સહાય જૂથની લાભાર્થી મહિલાઓએ આ તકે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. જયારે કાર્યક્રમ પૂર્વે હરીદેવભાઈ ગઢવી તથા તેમની ટીમે ભવ્ય લોક ડાયરો રજૂ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રસિલાબેન ચનીયારા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કારોબારી ચેરમેન શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કેશુભાઈ લૈયા, આગેવાન સર્વે શ્રી ધરમશીભાઈ ચનીયારા, રમેશભાઈ મુંગરા, ચંપાબેન પરમાર, પ્રવીણભાઈ પરમાર, કમલેશભાઈ ધમસાણીયા, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, ભાવનાબેન ભેંસદડીયા, સુધાબેન વિરડીયા, સૂર્યકાન્ત મઢવી, કાજલબેન સંઘાણી, ભરતભાઈ દ લસાણીયા, મીનાબેન નંદાસણા સહિત બહોળી સંખ્યામાં સ્વ સહાય જૂથોની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh