Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરણાંગીમાં પિતાંબરધારી ભૂદેવો ઉઘાડા પગે પાલખી ઉપાડે છેઃ
ખંભાળિયા તા. ૭ઃ ખંભાળિયામાં દર વર્ષે મહાશિવરાત્રિ પર્વના દિવસે શિવ વરણાંગી નીકળે છે. આ પરંપરા છેલ્લા ૧૧૦ વર્ષથી ચાલી આવે છે.
ખંભાળિયાના ખામનાથ મહાદેવ મંદિરમાં ર૦૦ કિલો જેટલા વજનની ચાંદીની શિવ પાર્વતી તથા ખોળામાં ગણેશ સાથેની પ્રાચીન મૂર્તિને ચાંદીની પાલખીમાં બેસાડીને ખંભાળિયા શહેરમાં પરિક્રમા કરાવવામાં આવે છે. તેની પૂર્ણાહૂતિ ખામનાથ મહાદેવ મંદિરે થાય છે.
ભૂદેવો ઉઘાડા પગે પિતાંબરી ધારણ કરી પાલખી ઉપાડે છે
ખંભાળિયાની આ શિવ વરણાંગીની વિશેષતા છે કે અહીં રંગ મહેલ પાસેથી આ શિવ વરણાંગીને શાસ્ત્રોક્ત રીતે પૂજા વેદોની ઋચાઓના ગાન પછી માત્ર ભૂદેવો જ આ વજનદાર શિવ વરણાંગીને ઉપાડીને શહેરમાં ફરે છે અને સાડાત્રણથી ચાર કલાક ગામમાં ફરીને ખામનાથ મહાદેવ મંદિરે પહોંચે છે. આ શિવ વરણાંગી માત્ર બ્રાહ્મણો જ ઉપાડી શકે છે તથા તે પણ ઉઘાડા પગે તથા પિતાંબરી ધોતી તહેરીને જ ઉપાડાય છે.
અગાઉ આ શિવ વરણાંગીમાં વિપ્ર અગ્રણીઓ સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્ય, સ્વ. વિશ્વનાથ જોષી, સ્વ. મનુભાઈ શુક્લ, સ્વ. મયુરભાઈ જોષી, સ્વ. કે.સી. જોષી વિગેરે જોડાતા હતાં.
ખામનાથ મહાદેવના ટ્રસ્ટીઓ અમિતભાઈ વ્યાસ, મનુભાઈ સોમૈયા, ચંદ્રમૌલી જોષી, ડો. મનુભાઈ જોષી દ્વારા આયોજન થાય છે.
આ શિવ વરણાંગીની આગળ ઢોલ-નગારા, ડી.જે. નોબત સાથે ચાંદીના છડીદાર ચાલે છે તથા ચોકમાં તેમજ જાહેર સ્થળો પર ઠેર ઠેર શિવ વરણાંગીનું ભવ્ય્ સ્વાગત થાય છે. ફૂલોનો વરસાદ અને આગેવાનો દ્વારા પૂજા થાય છે. અત્રેના એક સોની મહાજન અગ્રણી શિવ વરણાંગીમાં જોડાયેલા ભૂદેવોને શોભાયાત્રા પછીના દિવસોમાં ભોજન કરાવે છે. આ શોભાયાત્રા ખામનાથ મંદિરે પૂર્ણ થાય છે જ્યાં ભવ્ય સ્વાગત સાથે મહાઆરતી થાય છે.
શિવવરણાંગી રૃટ
આવતીકાલે સવારે નવ વાગ્યે રંગમહેલ શાળા પાસેથી ભવ્ય શિવ વરણાંગીનું પ્રસ્થાન થશે જે ગુગળી ચકલો, પાંચહાટડી ચોક, લુહારશાળ, સોની બજાર, હર્ષદ મંદિર, મુખ્ય બજાર, બંગડી બજાર, માંડવી ટીંબો, વિજયચોક, દ્વારકાનાકે થઈને ખામનાથ મંદિરે પહોંચશે. ધર્મપ્રેમીઓ તથા ભૂદેવોને જોડાવા ખામનાથ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial