Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે
જામનગર તા. ૭ઃ જામનગર શહેરમાં આવતીકાલ તા. ૮ માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિના પવિત્ર તહેવારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રણમલ તળાવના ગેઈટ નં. ૧માં પાર્કીંગવાળી જગ્યામાં સવારે ૭ થી ૯ વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના નાગરિકો યોગ પ્રત્યે વધુને વધુ જાગૃત બને તે ઉમદા હેતુથી મહાશિવરાત્રિના પર્વના દિવસે સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળી સંખ્યામાં નગરજનોએ લાભ લેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગર જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતાએ જણાવ્યું છે. જેઓના માર્ગદર્શન હેઠળ ૨૪થી વધુ યોગ કોચ-યોગ ટ્રેનર અને યોગ સાધકો સાથે મળીને યોગ અંગેનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને મહાશિવરાત્રિના દિવસે જામનગર શહેર 'યોગમય' બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial