Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૃપાલાના હસ્તે
જામનગર તા. ૭ઃ ભારતની સાંસ્કૃતિક વિરાસતને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જામનગર નજીકના વિજરખી ડેમ (મુ.મિયાત્રા) પાસે સરિતા ગીર ગૌ-સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન તા. ૯ માર્ચ,ર૦ર૪ ને શનિવારે સાંજે ૪ વાગ્યે પરસોત્તમભાઈ રૃપાલા (મંત્રી, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી, ભારત સરકાર) ના હસ્તે કરવામાં આવશે.
આ તકે અતિથિ વિશેષ તરીકે રાજ્યના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીજી ગ્રુપના ડાયરેકટર મિતેષભાઈ લાલ ઉપસ્થિત રહેશે તેમ ધર્મેશભાઈ કારાવદરા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial