Advertisement
Author: નોબત સમાચાર

મહાપ્રભુજીની બેઠક પાસે અઢી વર્ષ પહેલાં મહિલાની હત્યા કરનાર પતિને આજીવન કેદ

ગૃહકલેશના કારણે શિક્ષિકા રહેતા હતા પિતાના ઘેરઃ વચ્ચે પડનારને પણ ઝીંકાઈ હતી છરીઃ

જામનગર તા. ૭ઃ જામનગરની થાવરીયા વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતા એક મહિલાની અઢી વર્ષ પહેલાં તેણીના પતિએ સરાજાહેર રીતે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. વચ્ચે પડનાર અન્ય એક મહિલાને પણ છરી વાગી ગઈ હતી. આ ગુન્હામાં અદાલતે પતિને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

જામનગરના નીતાબેન રતીલાલ ધારવીયાના લગ્ન મૂળ બગસરાના અને હાલમાં જામનગરમાં રહેતા પ્રફુલ્લ ભવાનભાઈ ડાભી સાથે થયા હતા. નીતાબેન થાવરીયાની પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં ઉપરોક્ત બનાવ જ્યારે બન્યો તેના પંદર દિવસ પહેલાં નીતાબેન પોતાના પિતાના ઘેર ચાલ્યા ગયા હતા.

ત્યારપછી બનાવના દિવસે એટલે કે તા.૭-૬-૨૧ના દિને સવારે નીતાબેન શાળાએ જવા માટે પિતાના ઘેરથી નીકળ્યા પછી મહાપ્રભુજીની બેઠક પાસે વાહનની રાહ જોતા હતા. તે મહિલાની સાથે શિક્ષિકા રશ્મીબેન અને અન્ય વ્યક્તિઓ પણ ઉભા હતા. આ વેળાએ પ્રફુલ્લ ડાભી પોતાની મોટરમાં ધસી આવ્યો હતો. તેણે પત્ની નીતાબેનને અન્ય સાથે સંબંધ હોવાનું કહી ઝઘડો શરૃ કર્યા પછી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હતી.

ત્યારપછી પ્રફુલ્લે અત્યંત ઉશ્કેરાઈમાં નીતાબેન પર છરીના ઘા ઝીંક્યા હતા. તે મહિલાને બચાવવા માટે રશ્મીબેન વચ્ચે પડતા તેણીને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો હતો. અન્ય બે શિક્ષિકાઓએ પ્રફુલને પકડવાની કોશિષ કરી હતી. તે દરમિયાન લોહીલુહાણ બની ઢળી પડેલા નીતાબેનને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ આ મહિલાને બચાવી શકાયા ન હતા. હત્યાના આ બનાવની મૃતક નીતાબેનના પિતા રતીલાલ વેલજીભાઈ ધારવીયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા સરકારી વકીલ દીપક ત્રિવેદીએ રજૂ કરેલી દલીલો તથા પુરાવાઓ અને નજરે જોનાર વ્યક્તિઓની જુબાની ધ્યાને લઈ અદાલતે આરોપી પ્રફુલ્લ ભવાન ડાભીને તક્સીરવાન ઠરાવી તેને આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૪ના ગુન્હામાં છ મહિનાની સખત કેદ તથા રૃા.૫ હજારનો દંડ ફટકાર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh