Advertisement
Author: નોબત સમાચાર

બેડીના બે શખ્સે સરકારી ખરાબામાં મકાન ખડકી દીધાની નોંધાવાઈ ફરિયાદ

સર્કલ ઓફિસરની રાવ કરતી લેન્ડ ગ્રેબિંગ અંગે ગુન્હોઃ

જામનગર તા. ૭ઃ જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર બે સાયચા બંધુએ મકાન ખડકી દીધા પછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ શરૃ કરેલી તપાસના અંતે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની બંને સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના બેડીબંદર રોડ પર બેડીના ઢાળીયાથી ગરીબ નગર પાણાખાણ સુધી સરકારી જમીન આવેલી છે. રે.સ.નં.૪૦ માં આ જમીન સરકારી ખરાબા તરીકે દર્શાવાયેલી છે.

ઉપરોક્ત જમીન સરકારની માલિકીની હોવા છતાં તેના પર બેડીના ઢાળીયા પાસે રહેતા રઝાક નુરમામદ સાયચા તથા તેના ભાઈ હનીફ નુરમામદ સાયચાએ મકાન ખડકી દઈ તેમાં વસવાટ શરૃ કર્યાે હતો.

ઉપરોક્ત બાબત તંત્રના ધ્યાનમાં આવ્યા પછી કલેક્ટર કચેરી હસ્તકની લેન્ડ ગ્રેબિંગની અરજીઓની તપાસ કરતી ટૂકડીએ ખરાઈ શરૃ કરી હતી. જેમાં આ જમીન સરકારી ખરાબાની હોવાનું અને તેના પર રઝાક અને હનીફ નુરમામદ સાયચાના રહેણાંક હોવાનું ફલિત થતાં જામનગર શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર હિતેશ કે. જાદવે ખુદ ફરિયાદી બની ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ફરિયાદ પીએસઆઈ ઝેડ.એમ. મલેકે ગુજરાતના લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ ૪ (ર), ૪ (૩), પ (ગ) હેઠળ નોંધી ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા છે.  સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાએ તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh