Advertisement
Author: નોબત સમાચાર

છ મહિના પહેલાં ઝડપાયેલા ડ્રગ્સના ગુન્હામાં જોડિયાના શખ્સ સહિતના આરોપીઓ ફરાર જાહેર

વેરાવળના ડ્રગ્સકાંડમાં પણ સંડોવણી ખૂલીઃ

જામનગર તા. ૭ઃ વેરાવળમાંથી બે સપ્તાહ પૂર્વે ૫૦ કિલો હેરોઈન ઝડપાઈ જવાના બનાવમાં સંડોવાયેલા જોડિયાના શખ્સે આફ્રિકામાં રહી ડ્રગ્સની હેરાફેરી કરાવ્યાની વિગતો ખૂલી રહી છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં એટીએસે પકડી પાડેલા ડ્રગ્સના જથ્થાના કેસમાં આ શખ્સ સહિતના આરોપીઓને ફરાર જાહેર કરાયા છે.

થોડા દિવસો પહેલાં વેરાવળના દરિયામાં આવેલી એક બોટમાંથી કોથળો કાઢીને એક ઈકો મોટરમાં મૂકવામાં આવ્યો હોવાની બાતમી મળતા ગિર સોમનાથ પોલીસે દરોડો પાડી તે મોટરમાંથી પ૦ કિલો હેરોઈન કબજે કર્યું હતું. તે જથ્થા સાથે બોટના ટંડેલ અને જામનગરના બેડી તથા ગુલાબનગરના બે શખ્સની ધરપકડ કરી લેવાઈ હતી.

અંદાજે રૃપિયા સાડા ત્રણસો કરોડની કિંમતના હેરોઈનના આ જથ્થાની તપાસ શરૃ કરાતા જામનગર જિલ્લાના જોડિયાના ઈશા હુસેન નામના શખ્સની સંડોવણી પણ જાહેર થઈ હતી. આ શખ્સ આફ્રિકાના કોઈ દેશમાં છૂપાઈને તેના પત્ની, પુત્ર તથા જમાઈ સાથે મળી ડ્રગ્સનો કારોબાર કરતો હોવાનું ખૂલ્યું છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં આ ટોળકીએ આઠ કિલો ડ્રગ્સ ઘૂસાડયું હતું. તે એટીએસના હાથમાં ઝડપાઈ જતાં ઈશા તથા તેની પુત્રી, ડ્રગ્સની ડિલિવરી લેનાર ધર્મેન્દ્ર ઉપરાંત નાઈઝીરીયાના એક શખ્સ સહિત નવ સામે ગુન્હો નોંધાયો હતો.

તે જ રીતે વર્ષ ૨૦૨૧માં એટીએસે ૧૨૦ કિલો હેરોઈન પકડી પાડ્યું હતું. જેમાં પણ ઈશા હુસેનનું નામ ખૂલ્યું હતું. તેણે પોતાના ભાઈ સાથે મળી ૩૦૬ કિલો હેરોઈન મંગાવ્યાની વિગત ખૂલી હતી. તેમાંથી ૧૬૧ કિલો હેરોઈન વેચી નખાયું હતું અને ૧૪૫ કિલો ઝડપાઈ ગયું હતુું. તે પછી નાસેલા ઈશાએ અજમેરથી પંજાબ થઈ વિદેશનો માર્ગ પકડ્યો હતો. પાસપોર્ટથી આ શખ્સ આફ્રિકા પહોંચી ગયો હતો ત્યાંથી તેણે ફરીથી પોતાના પરિવારને સક્રિય કરી ડ્રગ્સની હેરાફેરી આરંભી હતી.

ગયા સપ્ટેમ્બર મહિનામાં આઠ કિલો ડ્રગ્સની હેરાફેરીમાં ઈશાનું નામ ખૂલ્યા પછી એટીએસે તેની પત્ની તાહીરા, પુત્ર અરબાઝ, બેડીમાં રહેતા જમાઈ રીઝવાન તૈયબ નોડેની ધરપકડ કરી છે. જ્યારે ઈશા ઉપરાંત તેની પુત્રી માસુમા, ડ્રગ્સ મોકલનાર પાકિસ્તાનના મૂર્તુઝા, હેરાફેરીમાં મદદગારી કરનાર જામનગરના આસીફ જુસબ સમા ઉર્ફે કારા, મૂળ યુ.પી.ના અને વેરાવળમાં ટંડેલ તરીકે કામ કરતા ધર્મેન્દ્ર બુધીલાલ ગૌડ તથા દિલ્હીના તિલકનગરમાં રહેતા એક વિદેશી નાગરિકને ફરારી જાહેર કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh