Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રી

હાલ બેવડી ઋતુના પગલે રોગચાળો વધ્યોઃ

જામનગર તા. ૭ઃ જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં પ.૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું.

જામનગરમાં હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે. સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે. બેવડી ઋતુના પગલે રોગચાળામાં વધારો થયો છે. હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવના કેસો વધારે નોંધાઈ રહ્યા છે.

નગરમાં મિશ્ર ઋતુ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં પ.૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રી અને છેલ્લા બે દિવસમાં ૪.૯ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે હવે બપોરે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ છ ટકા ઘટીને ૬૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ર૦ કિમીની રહી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh